• Gujarati News
  • Sports
  • Tokyo Olympic Update| Emergency Will Be Imposed In The City Amid The Corona Riots, The Olympics Will Be Held Without Spectators On The Ground

ઓલિમ્પિક સંકટમાં:કોરોના કહેર વચ્ચે જાપાનનાં ટોક્યોમાં ઇમરજન્સી લાગૂ, મેદાનમાં દર્શકો વિના ઓલિમ્પિકનું આયોજન થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • ટોક્યો ઓલિમ્પિકમાં પહેલીવાર ગુજરાતની 6 મહિલા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ઓલિમ્પિક ગેમ શરૂ થવાની છે. આ અંગે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કોરોનાવાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોક્યોમાં ઇમરજન્સી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ઓલિમ્પિક ગેમનું આયોજન ઇમરજન્સી વચ્ચે થશે. જેથી સ્પષ્ટપણે બહાર આવે છે કે મેદાનમાં દર્શકો વિના ગેમ રમાશે.

સરકારી અધિકારીએ પ્રસ્તાવ મૂક્યો
બુધવારે સાંજથી જ જાપાનની રાજધાની ટોક્યોમાં ઇમરજન્સી લાગૂ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ જાહેરાત કરી હતી કે ટોક્યો શહેરમાં 12 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી ઇમરજન્સી લાગૂ રહેશે. આની પહેલા બુધવારે નિષ્ણાતો સાથે આયોજિત બેઠકમાં સરકારી અધિકારીએ આ અંગે પ્રસ્તાવ મૂક્યો હતો.

પહેલા માત્ર વિદેશી દર્શકો સામે પ્રતિબંધ હતો
ટોક્યોમાં ઓલિમ્પિક ગેમનું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે થવાનું છે. પહેલા મેદાન પર વિદેશી દર્શકોને ગેમ જોવાની અનુમતિ નહોતી અપાઈ, પરંતુ ઇમરજન્સી ટાઇમમાં એકપણ દર્શકને મેદાનમાં પ્રવેશ કરવા માટે મંજૂરી અપાશે નહીં.

કોરોનાવાયરસના કેસ સતત વધ્યાં
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાવાયરસના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે ટોક્યોમાં કોરોનાના 896 કેસ સામે આવ્યા છે. આની પહેલા બુધવારે ટોક્યોમાં કોવિડ 19ના 920 કેસ આવ્યા હતા. આ આંકડો દૈનિક પોઝિટિવ આવતા કેસોમાં સૌથી વધુ હતો.

છેલ્લા 19 દિવસથી સતત ટોક્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યાં છે. ગત સપ્તાહે ટોક્યોમાં પ્રતિદિવસ 663ની એવરેજથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. બુધવારે અહીં 2 લોકોના કોરોનાવાયરસથી મોત પણ નીપજ્યાં હતા. જાપાનની વાત કરીએ તો બુધવારે અહીં કોરોનાવાયરસના 2,191 કેસ સામે આવ્યા હતા. 10 જૂન પછી પહેલીવાર દેશમાં પોઝિટિવ દર્દીઓનો આંક 2 હજારને પાર ગયો હતો.

ઓલિમ્પિકમાં ગુજરાતની નારીશક્તિનો ડંકો
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યમાંથી 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેનાથી પણ વિશેષ, પહેલીવાર ગુજરાતની એક સાથે 6 દીકરીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ છે. જે ગુજરાત સહિત દેશ માટે ગૌરવની બાબત છે. 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ 2021માં ગુજરાતની એક સાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

સ્પોર્ટ્સમાં નારી શક્તિનો ડંકો
ગુજરાતની 6 દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ 6 વિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલિમ્પિકમાં સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...