તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo Olympic | Sindhu And Mary Kom Have A Chance To Break The Record, Mary Kom Said I Have All The Medals, But Not The Gold Medal

ઓલિમ્પિક પહેલા ઈન્ડિયન એથ્લીટ 'ફોર્મમાં':સિંધુ અને મેરીકૉમ પાસે રેકોર્ડ બ્રેક કરવાની તક, મેરીકૉમે કહ્યું- મારી પાસે બધા મેડલ છે, પણ જે સ્પાર્ધામાં મને ગોલ્ડ મેડલ જોઇએ છે તેમાં નથી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલિમ્પિકમાં અત્યારસુધી ઈન્ડિયન મહિલા ખેલાડીએ 5 મેડલ જીત્યા છે
  • ટોક્યોમાં 2012 ઓલિમ્પિક કરતા વધારે મેડલ આવશે- વિજય કુમાર

ટોક્યો ઓલિમ્પિકમાં 11 દિવસ બાકી છે. આ ઇવેન્ટની 18 ગેમમાં ઈન્ડિયાના 124 ખેલાડી ભાગ લેશે. અત્યારસુધીના ઇતિહાસમાં ઈન્ડિયન એથલીટ્સે અંગત 15 મેડલ જ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ, 4 સિલ્વર અને 10 બ્રોન્ઝ સામેલ છે. જેમાંથી 5 મેડલ ઈન્ડિયન મહિલા એથ્લીટ્સે જીત્યા છે. ઓલિમ્પિક મેડલિસ્ટ શૂટર વિજય કુમારે કહ્યું- ટોક્યોમાં 2012 ઓલિમ્પિક કરતા વધારે મેડલ આવશે. સૌથી વધુ મેડલ શૂટિંગમાં આવશે.​​​​​

સૌથી વધુ 2 મેડલ જીતવાનો રેકોર્ડ સુશીલને નામ
અત્યારસુધી રેસલર સુશીલ કુમાર જ 2 ઓલિમ્પિક મેડ જીતી શક્યો છે. એણે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. આની પહેલા બ્રિટિશ મૂળના પિચાર્ડે ભારત તરફથી 2 મેડલ જીત્યા છે. 1900ના પેરિસ ઓલિમ્પિકમાં બ્રિટિશ શાસનવાળા ભારત તરફથી પહેલીવાર નાર્મન પિચાર્ડે ગેમમાં ભાગ લીધો હતો. એણે 200 મીટર રેસ અને 200 મીટર હર્ડલ્સ રેસમાં 2 સિલ્વર મેડલ જીત્યા હતા.

પીવી સિંધુ અને મેરીકૉમ રેકોર્ડ તોડી શકે છે
આ સમયે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને બોક્સર મેરીકૉમ પાસે ટોક્યો ઓલિમ્પિકમાં સુશીલનો રેકોર્ડ સરભર કરવાની તક રહેલી છે. મેરીકૉમે 2012 અને સિંધુએ 2016 ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા.

ઓલિમ્પિક શૂટર વિજય કુમારનો ઘટસ્ફોટ
ઓલિમ્પિક મેડલિસ્ટ શૂટર વિજય કુમારે કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકમાં લંડન ઓલિમ્પિક કરતા વધારે મેડલ જીતવાનો રેકોર્ડ તૂટી શકે છે. વિજય કુમારને વિશ્વાસ હતો કે 2012 લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડવામાં શૂટર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એણે કહ્યું કે ટોક્યોમાં શૂટિંગમાં ચારથી વધુ મેડલ આવી શકે છે.

લંડન ઓલિમ્પિકમાં ભારતે પહેલીવાર 6 મેડલ જીત્યા હતા. શૂટિંગમાં પણ પહેલીવાર બે શૂટર મેડલ જીતવામાં સફળ થયા હતા. વિજય કુમારે 25 મીટર એર પિસ્તોલ રેપિડ ફાયરમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આના સિવાય ગગન નારંગે પણ 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડ જીત્યો હતો.

મેરીકોમ સાંસદ તરીકે પહેલીવાર ઓલિમ્પિકમાં સામેલ
મેરીકૉમ સાંસદ તરીકે પહેલીવાર ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. એણે 2016 એપ્રિલમાં રાષ્ટ્રપતિએ રાજ્યસભાની સભ્ય નામાંકિત કરી હતી. વળીં 2017માં યુવા તથા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં એણે અને 2008ની ઓલિમ્પિક મેડલિસ્ટ વિજેન્દ્ર સિંહને બોક્સિંગની આબઝર્વર નિયુક્ત કરી હતી.

મેરીકૉમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત કુલ 8 મેડલ જીત્યા છે.

  • મેરીકૉમે એશિયન ચેમ્પિયનશિપમાં અત્યારસુધી 7 મેડલ જીત્યા છે. જેમાંથી 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ હતા.
  • એશિયન ગેમ્સમાં પણ મેરીકૉમે 2 મેડલ જીત્યા છે.
અન્ય સમાચારો પણ છે...