તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo Olympic Elavenil Valarivan Shoots At Bindra And Narang's Favorite Event Won Gold In The World Cup

ગોલ્ડન ગર્લનું 'મિશન ઓલિમ્પિક':બિન્દ્રા અને નારંગના ફેવરિટ ઈવેન્ટમાં ઇલાવેનિલ વલારિવાન શૂટિંગ કરે છે; વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે

3 મહિનો પહેલા
  • ઇલાવેનિલે જૂનિયર અને સીનિયર વર્લ્ડ કપમાં 6* ગોલ્ડ મેડલ જીત્યા છે

ગોલ્ડન શૂટરના નામથી પ્રખ્યાત ઇલાવેનિલ વાલારિવન 10 મીટર એર રાઇફલમાં વિશ્વની નંબર 1 ખેલાડી છે. આ એજ ઇવેન્ટ છે જેમાં અભિનવ બિન્દ્રાએ 2008માં ગોલ્ડ અને ગગન નારંગે 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમિલનાડુની રહેવાસી ઇલાવેનિલે પ્રથમવાર ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. સીનિયર અને જૂનિયર બંને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી 21 વર્ષીય શૂટર ઇલાવેનિલ હવે દેશ માટે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મહેનત કરી રહી છે.

ઇલાવેનિલે કહ્યું કે તે વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રૂપે તૈયાર છે. તેણે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા મને તમામ સુવિધાઓ પ્રદાન કરાઈ છે. આની સાથે ઇવેન્ટની પહેલા સારુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ ન્યૂટ્રીશન સપ્લિમેન્ટ પણ ઉપલબ્ધ કરાવાયા છે.

જૂનિયર અને સીનિયર વર્લ્ડ કપમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા
ઇલાવેનિલ વાલારિવન 10 મીટર એર રાઇફલમાં જૂનિયર અને સીનિયર વર્ગના વર્લ્ડ કપમાં 6 ગોલ્ડ મેડલ જીત ચૂકી છે. વર્ષ 2018માં ચેંગવૉન સિડની અને જર્મનીમાં રમાયેલા જૂનિયર વર્લ્ડ કપમાં મહિલાઓ અને વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. વર્ષ 2019માં જર્મની અને સિડની જૂનિયર વર્લ્ડ કપમાં ફરી એકવાર દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇલાવેનિલે આ વર્ષે સીનિયર વર્ગના 2 વર્લ્ડ કપમાં પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.

અપૂર્વી ચંદેલાનો રેકોર્ડ તોડ્યો
ઇલાવેનિલ વાલારિવને આ વર્ષે ફેબ્રુઆરીમાં રમાયેલી નેશનલ ટ્રાયલ 3માં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારત દેશની જ અપૂર્વી ચંદેલાના ફાઇનલના વર્લ્ડ રેકોર્ડને તોડીને ટાઇટલ જીત્યું હતું. ઇલાવેનિલે 253 પોઇન્ટ એકઠા કર્યા હતા, જ્યારે ટોક્યો ઓલિમ્પિકના ક્વોટા ધારક અપૂર્વીએ 2 વર્ષ પહેલા અહીંયા ISSF વર્લ્ડ કપમાં 252.9 પોઇન્ટ મેળવ્યા હતા.

માતાએ કહ્યું- લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જે તમને અન્ય લોકોથી જુદું બનાવે છે
ઇલાવેનિલે 2014માં સંસ્કાર ધામ શૂટિંગ રેન્જમાં ટ્રેનિંગ લેવાની શરૂ કરી દીધી છે. તેમની માતા ડૉ. સરોજા કહે છે કે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવું એ તમને અન્ય લોકોથી અલગ બનાવે છે.

એના પિતા ડૉ. વાલારિવને કહ્યું હતું કે ઇલાવેનિલે પોતાનો ગોલ નક્કી કરી લીધો છે અને તેને અચિવ કરવા માટે સંપૂર્ણ સમર્પિત પણ છે.

ઇલાવેનિલની કોચ નેહા ચૌહાણે કહ્યું હતું કે ઇલાવેનિલ ઘણી મહેનતી છે અને પોતાના ગોલને અચિવ કરવા માટે તે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

બેડમિન્ટન અને એથલેટિક્સમાં પણ રસ ધરાવે છે
ઇલાવેનિલને બેડમિન્ટન અને એથલેટિક્સમાં ઇન્ટરેસ્ટ છે. તેણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે તે બેડમિન્ટન ખેલાડી અથવા એથલિટ બનવા ઇચ્છતી હતી. આ બંને ગેમ એને અત્યંત પ્રિય છે. જ્યારે સમય મળે ત્યારે તે આ બંને ગેમને રમે પણ છે. શાળામાં અભ્યાસ કરતા સમયે તેણે સ્પ્રિંટમાં પણ ભાગ લીધો હતો, જોકે તેમાં તે આગળ વધી નહોતી. તેણે જણાવ્યું હતું કે ઇલાવેનિલે ગન માત્ર ફન ફેક્ટરની જેમ એટલે કે મજાક મસ્તીમાં ટ્રાય કરવા માટે પકડી હતી, પરંતુ ત્યારપછી ગગન નારંગથી પ્રભાવિત થઈને રાઇફલમાં દેશની બેસ્ટ શૂટર બનવા માટે મહેનત કરવા લાગી હતી.

ગુજરાત અને તમિલનાડુની વતની છે
ઇલાવેનિલ પોતાના માતા-પિતા સાથે અમદાવાદમાં રહે છે. તેનો જન્મ તમિલનાડુમાં થયો હતો. 2 વર્ષ તે તમિલનાડુમાં રહી, ત્યાર પછી પોતાના માતા-પિતા સાથે ગુજરાત શિફ્ટ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...