તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo 2020 Paralympic Games;Paddler Bhavina Patel Wins To Enter Gold Medal Match;Medal Expected From Ranjit Bhati In Javelin Throw Today

પેરાલિમ્પિકમાં ગુજ્જુ પાસે ગોલ્ડની આશા:મહેસાણાની ભાવિના પહોંચી ટેબલ-ટેનિસની ફાઇનલમાં; રસાકસી બાદ ચીની ખેલાડીને સેમી-ફાઇનલમાં હરાવી

23 દિવસ પહેલા
  • ભાવિના પટેલ પેરાલિમ્પિકની ફાઇનલમાં સ્થાન મેળવનાર પહેલી મહિલા ખેલાડી બની

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો પહેલો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કો, મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી. હવે 29 ઓગસ્ટે ગુજ્જુ ખેલાડી ઈતિહાસ રચવા ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે. આની પહેલા ભાવિના સતત ત્રણ મેચ જીતી સેમીફાઇનલમાં પહોંચી હતી.

વર્લ્ડ નંબર-2ની ખેલાડીને હરાવી સેમીફાઇનલમાં પહોંચી હતી
ભાવિનાએ સર્બિયન પ્લેયર બોરિસ્લાવા રેન્કોવિકને વુમન સિંગલ ક્લાસ 4 ઇવેન્ટમાં 11-5, 11-6, 11-7થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેવામાં ભાવિનાના બેક ટુ બેક આક્રમક પ્રદર્શનને જોતા લાગે છે કે તે ફાઇનલમાં ગોલ્ડ મેડલ પણ જીતી શકે છે.

સેમિફાઇનલમાં પરાજિત ખેલાડીને બ્રોન્ઝ મળશે
2017મા ઈન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટિના ગવર્નિંગ બોર્ડે ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની અરજીમાં ઉલ્લેખ કરાયા પ્રમાણે બ્રોન્ઝ મેડલના થર્ડ પ્લે ઓફ મેચને રદ કરી દીધી હતી. જેના પરિણામે બંને સેમીફાઇનલમાં પરાસ્ત થયેલા ખેલાડીને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરાશે.

ક્લાસ-4 કેટેગરી એટલે શું?
ક્લાસ-4 કેટેગરીમાં એથ્લીટની બેસવાની ક્ષમતા સારી હોય છે અને તેના બંને હાથ સાજા હોય છે. આવા એથ્લીટની દિવ્યાંગતતા લોઅર સ્પાઇનની સમસ્યા અથવા સેરિબ્રલ પાલ્સીના કારણે થઈ શકે છે.

  • પેરા ટેબલ ટેનિસના ક્લાસ 1થી 5ના એથ્લીટ વ્હીલચેર પર બેસીને રમે છે.
  • ક્લાસ 6થી 10ના એથ્લીટ ઊભા રહેવાની ક્ષમતા ધરાવતા હોવાથી વ્હીલચેર વગર રમે છે.
  • ક્લાસ-11માં માનસિક સમસ્યાથી પીડિત એથ્લીટ રમતા હોય છે.

ટોક્યો પેરાલિમ્પિકમાં આજની ઇવેન્ટ્સ (માત્ર ઈન્ડિયન પેરા-એથ્લીટ્સની)
તીરંદાજી
પુરુષોની વ્યક્તિગત કંપાઉંડ (1/16 એલિમિનેશન) સ્પર્ધા, રાકેશ કુમાર (સ્પોર્ટ ક્લાસ W-2) સવારે 8.52 વાગ્યે

એથ્લેટિક્સ
પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા (F-57 ફાઇનલ), રંજીત ભાટી; બપોરે સાડા 3 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...