તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Tokyo 2020 Paralympic Games Photo Story Update: Indian Athlete At Tokyo Olympics | Tokyo Paralympics 2020: Day One – In Pictures

ટોક્યો પેરાલિમ્પિક તસવીરોમાં:ચીન મેડલ ટેબલમાં ટોપ પર; યામાદા મિયુખીએ જાપાનને પહેલો મેડલ જીતાડ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ગોલ્ડ સહિત 18 મેડલ જીતીને ચીન મેડલ ટેબલમાં સૌથી આગળ છે

બુધવારે ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સનો શુભારંભ થઈ ચૂક્યો છે. 5 સપ્ટેમ્બર સુધી યોજાનાર કુલ 23 ગેમમાં 162 ટીમના કુલ 4532 દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લેશે. 6 ગોલ્ડ સહિત 18 મેડલ જીતીને ચીન મેડલ ટેબલમાં સૌથી ઉપર છે, બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબર પર ધ ગ્રેટ બ્રિટન છે.

પેરાલિમ્પિકના ગોલબોલ પ્રતિયોગિતામાં ગ્રુપ 1ની મેચ સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે રમાઈ હતી.

વ્હીલચેર રગ્હબી- મિક્સ્ડ ઇવેન્ટમાં ગ્રુપ બીની મેચ કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકાની ટીમ વચ્ચે ટોક્યોના યોયોગી નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ દરમિયાન કેનેડાએ માઇકલ વ્હાઈટહેડ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના જેફ બટલર વચ્ચે રસાકસી ભરી જંગ જોવા મળી.

જાપાનની યુવા ખેલાડી યામાદા મિયુખીએ ટોક્યો પેરાલિમ્પિકમાં પોતાના દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. યામાદા ઓપનિંગ સેરેમની દરમિયાન જાપાનની ધ્વજવાહક પણ હતી.

પેરાલિમ્પિક ગેમ્સમાં તલવારબાજીની પ્રતિયોગિતા દરમિયાન પેરા એથ્લીટ્સ વચ્ચે રસપ્રદ ગેમ જોવા મળી હતી.

પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે સ્પેનના ધ્વજવાહ રિકાર્ડોટેને પુરુષોની સાઇકલિંગની 3 હજાર મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે આની પહેલા પેરાલિમ્પિક ગેમ્સમાં સ્વિમિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. 2016થી સાઇકલિંગમાં ભાગ લઇ રહી છે.

પેરાલિમ્પિક ગેમ્સમાં પાવરલિફ્ટિંગ ઈવેન્ટ. પેરા પાવરલિફ્ટિંગમાં અત્યારસુધી સૌથી વધુ મેડલ ચીને જીત્યા છે. ચીને આમાં 70 મેડલ જીત્યા છે. વળી, મિસ્ત્ર 69 મેડલ સાથે બીજા અને નાઇજીરિયા 48 મેડલ સાથે ત્રીજા સ્થાન પર છે.

પેરા સ્વિમિંગ પેરાલિમ્પિક ગેમ્સ શરૂઆતી 8 ગેમ્સમાં સામેલ છે. પેરાલિમ્પિક ગેમ્સ 1960થી શરૂ થઈ છે. જેમાં બ્લાઇન્ડ સ્વિમરને ફ્લિપ (ટર્ન) લેતા સમયે ટૈપર અથવા સિગ્નલ દ્વારા દિશા સૂચવવાની હોય છે.

મહિલાઓની ગ્રુપ Cની ગોલબોલ મેચ દરમિયાન ચીન અને રશિયન પેરાલિમ્પિક કમિટિની ખેલાડી

જાપાની ટીમે મહિલાઓના ગ્રુપ Cના વ્હીલચેર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ધ બ્રિટનની ટીમને હરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...