આમ તો તમે રમતના મેદાનમાં કેટલીક અજીબ ઘટનાઓ બનતા જોઈ જ હશે, પણ ખાલી વિચારો કે ચાલુ મેચમાં કોઈ બાળક મેદાન વચ્ચે આવી જાય તો કેવું અજીબ લાગશે? હકીકતમાં આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં છવાયેલો છે, જેમાં એક નાનું બાળક પહેલા તો મેદાન પર ભાગીને આવી ગયું અને જ્યારે તેની મા તેને લેવા માટે મેદાનમાં આવી તો તે પણ નટખટ નીકળ્યું અને પોતાની માતાને પૂરા મેદાનમાં ચક્કર લગાવડાવ્યું.
મેદાન વચ્ચે બાળકને પકડવા દોડી મા
મેજર લીગ સોકરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક મા તેના અને તેના 2 વર્ષના બાળકનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એફસી સિનસિનાટી અને ઔરલેન્ડો સિટી વચ્ચે રમાઈ રહેલી મેચનો છે, જેમાં તમે જોઈ શકો છો કે 2 વર્ષનું બાળક અચાનક મેદાનમાં દોડીને આવી જાય છે. તેને પકડવા તેની મા પણ મેદાનમાં આવી જાય છે, પરંતુ તેણે તો એ સાબિત કરી દીધું કે તેને પકડવું બાળકોની વાત નથી.
જી હા, વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મા પોતાના બાળકને પકડવાનો પ્રયત્ન કરી રહી છે અને તે પોતે પણ લપસીને પડી જાય છે અને બાળક મજાથી માને પૂરા મેદાનમાં ચક્કર લગાવી રહ્યું છે. આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને તમે પણ વીડિયો જોઈને તમારી હસી રોકી નહિ શકો.
વીડિયો સાથે તસવીરો પણ વાઈરલ
વીડિયો સિવાય અલાવા સેમ ગ્રીન નામના ફોટોગ્રાફરે પણ મા અને પુત્રની પ્યારી તસવીર શેર કરી છે, જેમાં મા પોતાના બાળકને ઉપાડી મેદાનથી બહાર લઈ જતી દેખાઈ રહી છે. મા અને બાળકનાં આ ફોટો અને વીડિયો બન્ને વાઈરલ થઈ રહ્યાં છે. આ કહેવું ખોટું નહીં હોય કે મા-પુત્રની આ જોડીને પણ આ ક્ષણ જિંદગીભર યાદ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.