ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે પુણેમાં રમાઈ ગઈ હતી, જેમાં શ્રીલંકાની રોમાંચક મેચમાં 16 રને જીત થઈ હતી. શ્રીલંકાએ આપેલા 207 રનના ટાર્ગેટની સામે નિર્ધારિત ઓવરમાં ભારતની ટીમ 8 વિકેટે 190 રન જ કરી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 31 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 51 રન કર્યા હતા. છેલ્લે શિવમ માવીએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા, દિલશાન મદુશંકા અને દાસુન શનાકાએ 2-2 વિકેટ ઝડપી હતી. તોચમિકા કરુણારત્ને અને વાનિન્દુ હસરંગાને 1-1 વિકેટ મળી હતી. 3 મેચની સિરીઝ હવે 1-1ની બરાબરી પર આવી ગઈ છે. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ શનિવારે 7મી તારીખે રાજકોટમાં રમાશે.
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને 50 રનની અંદર જ 4 વિકેટ પડી ગઈ હતી. આ પછી કેપ્ટન હાર્દિક પણ આઉટ થયા પછી અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 40 બોલમાં 90 રનના પાર્ટનરશિપ કરી હતી અને ટીમને જીતની સ્થિતિમાં લાવી દીધું હતું. અંતમાં શિવમ માવીએ પણ પાવરહિટિંગનો પરચો દેખાડ્યો હતો. પણ અંતે ટીમને હાર મળી હતી.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: કસુન રજીથાએ ઈશાન કિશનને 5 રને ક્લીન બોલ્ડ કર્યો હતો.
બીજી: રજીથાએ બીજી વિકેટ લેતાં શુબમન ગિલને આઉટ કર્યો હતો. ગિલ પુલ શોટ મારવામાં કેચઆઉટ થયો હતો.
ત્રીજી: ડેબ્યુટન્ટ રાહુલ ત્રિપાઠી 5 રને આઉટ થયો હતો. તેને દિલશાન મદુશંકાએ આઉટ કર્યો હતો.
ચોથી: કેપ્ટન હાર્દિક પંડ્યા કરુણારત્નેની બોલિંગમાં 12 રને આઉટ થયા હતા. તેનો શાનદાર કેચ વિકેટકીપર કુસલ મેન્ડિસે કર્યો હતો.
પાંચમી: વાનિન્દુ હસરંગાએ દીપક હુડાને 9 રને ધનંજય ડી સિલ્વાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
છઠ્ઠી: સૂર્યા 51 રન બનાવીને દિલશાન મદુશંકાની બોલિંગમાં આઉટ થયો હતો.
સાતમી: છેલ્લી ઓવરમાં અક્ષર પટેલ કેપ્ટન દાસુન શનાકાની બોલિંગમાં ફુલટોસમાં બાઉન્ડરી પર કેચ આપી બેઠો હતો.
આઠમી: શિવમ માવી ઇનિંગના છેલ્લા બોલે શનાકાની બોલિંગમાં આઉટ થયો હતો.
શ્રીલંકાની ઇનિંગ
અગાઉ શ્રીલંકાએ પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 206 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ તોફાની બેટિંગ કરી હતી. તેણે 22 બોલમાં 56 રન ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 52 રન (31 બોલમાં), જ્યારે ચરિથ અસલંકાએ 37 રન (19 બોલમાં) બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલને 2 વિકેટ અને યુઝવેન્દ્ર ચહલને 1 વિકેટ મળી હતી.
આવી રીતે પડી શ્રીલંકાની વિકેટ...
પહેલી: યુઝવેન્દ્ર ચહલે તોફાની બેટિંગ કરી રહેલા કુસલ મેન્ડિસને 52 રને LBW આઉટ કર્યો હતો.
બીજી: ભાનુકા રાજપક્ષે 10મી ઓવરના પહેલા બોલ પર ફાસ્ટ બોલર ઉમરાન મલિકની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો.
ત્રીજી: 12મી ઓવરના ત્રીજા બોલ પર અક્ષરે પથુમ નિસાંકાને ડીપ મિડવિકેટ બાઉન્ડરી પર રાહુલ ત્રિપાઠીના હાથે કેચ આઉટ કરાવ્યો.
ચોથી: 14મી ઓવરના ચોથા બોલ પર અક્ષર પટેલે ધનંજય ડી સિલ્વાને લોંગ ઓન પર કેચઆઉટ કરાવ્યો હતો. તેનો કેચ દીપક હુડાએ કર્યો હતો.
પાંચમી: ઉમરાન મલિકે 15.5એ શાનદાર બેટિંગ કરી રહેલા ચરિથ અસલંકા (19 બોલમાં 37 રન)ને આઉટ કર્યો હતો.
છઠ્ઠી: ઉમરાને સતત બીજા બોલે વિકેટ ઝડપી હતી. તેણે વાનિન્દુ હસરંગાને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર
રાહુલ ત્રિપાઠી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. સંજુ સેમસનને ઈજા થઈ હોવાથી તેની જગ્યાએ રાહુલને પ્લેઇંગ -11માં સ્થાન મળ્યું છે. તો હર્ષલ પટેલના સ્થાને અર્શદીપ સિંહને પ્લેઇંગ-11માં જગ્યા મળી છે.
મેચના ફોટોઝ જુઓ...
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, ધનંજય ડી સિલ્વા, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિશ થિક્સાના, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.