IPL ક્વોલિફાયર-2 / આજે ચેન્નાઈ-દિલ્હી વચ્ચે ખરાખરીનો જંગ, દિલ્હી માટે ઐતિહાસિક તક

Today, a historic opportunity for Delhi, a battle between Delhi and Delhi
X
Today, a historic opportunity for Delhi, a battle between Delhi and Delhi

 • સાંજે 7.30થી મેચ શરૂ થશે, DivyaBhaskar પર સૌથી ઝડપી, વિગતવાર કવરેજ
 • આજે જીતનાર ટીમ રવિવારે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે

DivyaBhaskar.com

May 10, 2019, 05:00 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 12મી સિઝનમાં ક્વોલિફાયર-2નો મુકાબલો શુક્રવારે સાંજે 7.30 વાગ્યે વિશાખાપટ્ટણમના વાયએસઆર રેડ્ડી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચમાં જીતનાર ટીમ રવિવારે હૈદરાબાદ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલ મેચમાં ઉતરશે. 

દિલ્હી માટે અણમોલ તક

અગાઉ એકપણ વાર ફાઈનલમાં પહોંચી ન શકેલી દિલ્હીની ટીમ પાસે આ વખતે ચેન્નાઈને હરાવીને ફાઈનલ પ્રવેશ કરવાની ઐતિહાસિક તક છે. અગાઉ એલિમિનેટરમાં દિલ્હીએ સનરાઈઝર હૈદરાબાદને 2 વિકેટથી હરાવ્યું હતું. IPLના 12 વર્ષના ઈતિહાસમાં પ્લેઓફમાં દિલ્હીની એ પહેલી જીત હતી. 

2. CSK 8મી વાર ફાઈનલ રમવા દાવેદાર

જોકે બંને ટીમોમાં કાગળ પરના રેકોર્ડ મુજબ દિલ્હીની સરખામણીએ ચેન્નાઈ વધુ મજબૂત જણાય છે. દિલ્હી સામે 70 ટકા જીતનો રેશિયો ધરાવતી CSK અગાઉની 9 સિઝનમાંથી 7 વખત ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે અને 3 વખત ચેમ્પિયન બનેલી છે. 
 

3. CSKના પ્લસ પોઈન્ટ્સ
 • કેપ્ટન ધોનીની વ્યુહાત્મક કેપ્ટનશીપ સૌથી મોટું જમાપાસું છે. મેચ ફિનિશર તરીકે ધોનીનો દબદબો યથાવત છે. 138ના સ્ટ્રાઈક રેટથી 405 રન બનાવનાર ધોનીએ 213 રન તો ડેથ ઓવર્સમાં જ બનાવ્યા છે. 
 • હરભજન, ઈમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાની સ્પિનર ત્રિપુટીએ કુલ 55 વિકેટ ખેડવવા ઉપરાંત હરીફ ટીમને ક્રિઝમાં બાંધી રાખવામાં પણ સફળતા મેળવી છે. 
4. CSKના માઈનસ પોઈન્ટ્સ
 • ઓપનર શેન વોટ્સન સતત નિષ્ફળ જઈ રહ્યો છે. તેને લીધે CSKને મોટા સ્કોર કરવાનું દબાણ રહે છે.
 • મીડલ ઓર્ડરમાં ધોનીને બાદ કરતાં આધારભૂત મેચ ફિનિશર નથી. અંબાતી રાયડુ અપેક્ષા મુજબનો દેખાવ નથી કરી રહ્યો. 
   
5. દિલ્હીના પ્લસ પોઈન્ટ્સ
 • પૃથ્વી શો અને ઋષભ પંત યોગ્ય સમયે ફોર્મમાં આવી ચૂક્યા છે. આ બંને અપેક્ષા મુજબનો દેખાવ કરે તો ચેન્નાઈને ભારે પડી શકે છે.
 • દિલ્હીનો પેસ બોલર ક્રિસ મોરિસ ઘાતક સ્પેલ નાંખી શકે છે. ખાસ કરીને ડેથ ઓવર્સમાં રન અટકાવવા ઉપરાંત વિકેટ ઝડપવામાં પણ તે એક્કો સાબિત થયેલો છે. 
6. દિલ્હીના માઈનસ પોઈન્ટ્સ
 • કગિસો રબાડા ટીમમાંથી બહાર થયા પછી દિલ્હીનો પેસ એટેક નબળો પડ્યો છે. ટેન્ટ બોલ્ટ બોલિંગ સારી કરે છે પણ ડેથ ઓવર્સમાં ખર્ચાળ સાબિત થાય છે. 
 • દિલ્હીનું મીડલ ઓર્ડર પ્રમાણમાં ઘણું જ નબળું છે. ઓપનિંગ પેર જો ધારી શરૂઆત ન કરી શકે તો રન ચેઝ કરતી વખતે મીડલ ઓર્ડર દબાણમાં આવીને વિકેટ ગુમાવવા લાગે છે. 
7. DivyaBhaskarનું વિશેષ કવરેજ

ક્રિકેટરસિકો માટે DivyaBhaskar દ્વારા મેચની એક-એક પળના કવરેજનું સ્માર્ટ, ઝડપી અને વિગતવાર આયોજન કરાયું છે. એ મુજબ, મેચ પહેલાં ફેસબુક પેજ પર સાંજે 6 વાગ્યે ક્રિકેટ એક્સ્પર્ટ્સ દ્વારા આજની મેચ વિશે રસપ્રદ ચર્ચા જોવા મળશે. એ સિવાય બોલ ટૂ બોલ રનિંગ ટેક્સ્ટ કોમેન્ટ્રી આપવા ઉપરાંત ઓવર દરમિયાન બનેલી દરેક મહત્વની ઘટનાઓ બ્રેકિંગ સ્ક્રોલ તરીકે ઝડપભેર આપવામાં આવશે. આ ઉપરાંત મેચના તમામ અપડેટ્સ તો ખરાં જ.

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી