આજે FIFA વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. ખિતાબના દાવેદાર માનવામાં આવતા આર્જેન્ટિનાને વિશ્વની 49 નંબરની ટીમ સાઉદી અરેબિયાએ 2-1થી હરાવ્યું હતું. આ સાથે હવે આર્જેન્ટિના ગ્રુપ-સીમાં છેલ્લા સ્થાને પહોંચી ગયું છે.
સાઉદી અરેબિયાએ બીજા હાફમાં આક્રમક રમત બતાવતા બે ગોલ ફટકાર્યા હતા. અલ-શહરાનીએ 48મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારપછી સાલેમ અલ-દવસારીએ 53મી મિનિટે ગોલ કર્યો હતો. આર્જેન્ટિના માટે લિયોનેલ મેસીએ 10મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. આ પછી તેની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી.
આ હાર સાથે આર્જેન્ટિનાનો સતત 36 મેચમાં અજેય રહેવાનો સિલસિલો તૂટી ગયો હતો. આ દરમિયાન તેઓએ 25 મેચ જીતી અને 11 ડ્રો થઈ હતી. આર્જેન્ટિના હવે 27 નવેમ્બરે મેક્સિકો અને 30 ડિસેમ્બરે પોલેન્ડ સામે રમશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં સાઉદી અરેબિયાની આ ત્રીજી જીત છે.
નીચે તમે ગેમના ફોટોઝ જોઈ શકો છો...
આર્જેન્ટિનાને નોકઆઉટમાં પહોંચવા માટે શું કરવાની જરૂર છે?
સાઉદી અરેબિયા સામે હાર્યા પછી આર્જેન્ટિનાની હવે બે મેચ બાકી છે. રાઉન્ડ ઓફ 16માં જવા માટે હવે તેઓની ટીમે કોઈપણ સંજોગોમાં તેમની બાકી રહેલી બન્ને મેચ જીતવી પડશે.
આર્જેન્ટિનાએ ઓફસાઈડમાં ગેમ ગુમાવી
આર્જેન્ટિનાએ શરૂઆતમાં સારી રમત રમી હતી, પરંતુ ટીમના ખેલાડીઓ ઘણી વખત ઓફસાઈડ થયા હતા. આર્જેન્ટિના 7 વખત ઓફસાઈડ રહ્યું હતું. આર્જેન્ટિના માટે બીજો ગોલ લૌટારો માર્ટિનેઝે કર્યો હતો, પરંતુ રેફરીએ તેને ઓફસાઈડ ગણાવ્યો હતો, અને માન્ય નહોતો ગણ્યો. મેસ્સીનો પણ એક ગોલ ઓફસાઈડ રહ્યો હતો.
આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાની સ્ટાર્ટિંગ ઇલેવન
સાઉદી અરેબિયા (4-4-1-1): મોહમ્મદ અલ-ઓવૈસ (ગોલકીપર), સઉદ અબ્દુલહમીદ, હસન અલ-તમ્બકાતી, અલી અલ-બુલયહી, યાસર અલ-શહરાની, મોહમ્મદ કન્નો, અબ્દુલ્લા અલ-મલકી, સલમાન અલ-ફરાઝ (કેપ્ટન), સાલેમ અલ-દવસારી, ફિરાસ અલ-બ્રિકાન, સાલેહ અલ-શેહરી.
આર્જેન્ટિના (4-2-3-1): એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નાહુએલ મોલિના, ક્રિશ્ચિયન રોમેરો, નિકોલસ ઓટામેન્ડી, નિકોલસ ટાગ્લિયાફીકો, રોડ્રિગો ડી પોલ, લિએન્ડ્રો પરેડેસ, અલેજાન્ડ્રો ગોમેઝ, લિયોનેલ મેસ્સી (કેપ્ટન), લૌટારો માર્ટિનેઝ, એન્જલ ડી મારિયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.