તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગિરો ડી ઈટાલિયા:3 વખતના વર્લ્ડ સાઈકલિંગ ચેમ્પિયન પીટર સેગાને 10મું સ્ટેજ જીત્યું

લેન્સિયાનો (ઈટાલી)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષના પીટરનો આ ગયા વર્ષની ટૂર ધ ફ્રાન્સ પછી પ્રથમ વિજય

સ્લોવાકિયાના સાઈકલિસ્ટ પીટર સેગાને ગિરો ડી ઈટાલિલાયનું 10મું સ્ટેજ જીત્યું છે. ખરાબ હવામાન વચ્ચે 177 કિમીનો સ્ટોજ પીટરે 4 કલાક 1.56 સેકન્ડમાં પૂરો કર્યો હતો. તેની સરેરાશ ઝડપ 34.9 કિમી/કલાક અને મહત્તમ સ્પીડ 72 કિમી/કલાક રહી હતી. 30 વર્ષના પીટરે ગયા વર્ષે ટૂર ધ ફ્રાન્સ પછી આ પ્રથમ વિજય મેળવ્યો છે. તેણે કારકિર્દીમાં પ્રથમ વખત ગિરો ડી ઈટાલિયા (ટૂર ડી ઈટાલી)માં કોઈ સ્ટેજ જીત્યું છે.

જર્મનીની ટીમ બોરે-હેંસગ્રોહેનો પીટર ત્રણ વખત પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન છે. તેણે 2015, 16, 17માં વર્લ્ડ ચેમ્પિયનસિપમાં રોડ રેસ કેટેગરીમાં ગોલ્ડ જીત્યા હતા. યુએઈની ટીમ એમિરેટ્સના અમેરિકન સાઈકલિસ્ટ બ્રેન્ડન મેક્નલ્ટીએ પીટરથી 19 સેકન્ડ વધુ લીધી અને બીજા નંબરે રહ્યો. બેલ્જિયમની ટીમ ડેસેન્યુનિન્ક ક્વિક સ્ટેપનો પોર્ટુગલ સાઈકલિસ્ટ જોઆઓ અલ્મેડા પીટરથી 23 સેકન્ડ વધુ લઈને ત્રીજા સ્થાને રહ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો