તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Three Pairs Of Brothers Playing Together In Team India, Each Showing A Knack For Cricket

9 વર્ષ પછી સર્જાયો સંજોગ:ટીમ ઈન્ડિયામાં એક સાથે રમતા ભાઈઓની ત્રણ જોડી, દરેકે ક્રિકેટમાં દેખાડ્યું છે કાંડાનું કૌવત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક-કૃણાલ ભારતીય ટીમમાં સાથે રમનારી ભાઈઓની ત્રીજી જોડી છે. આ પહેલાં ઈરફાન-યુસુફ પઠાણ અને મોહિન્દર- સુરિન્દર અમરનાથની ભાઈઓની જોડીએ તરખાટ મચાવ્યો હતો - Divya Bhaskar
હાર્દિક-કૃણાલ ભારતીય ટીમમાં સાથે રમનારી ભાઈઓની ત્રીજી જોડી છે. આ પહેલાં ઈરફાન-યુસુફ પઠાણ અને મોહિન્દર- સુરિન્દર અમરનાથની ભાઈઓની જોડીએ તરખાટ મચાવ્યો હતો
  • ટીમ ઈન્ડિયા તરફથી પંડયા બંધુ અને ઈંગ્લેન્ડમાંથી કરન બ્રધર્સ રમી રહ્યાં છે.
  • હાર્દિક-કૃણાલ ટીમ ઈન્ડિયામાં રમનારી ભાઈઓની ત્રીજી ભારતીય જોડી બની છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં બંને ટીમમાંથી ભાઈઓની જોડી રમતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા તરફથી પંડયા બંધુ અને ઈંગ્લેન્ડમાંથી કરન બ્રધર્સ રમી રહ્યાં છે. આ એક સંજોગ જ છે કે આ ચારેય ક્રિકેટર ઓલરાઉન્ડર છે. જેમાંથી માત્ર કૃણાલ પંડયા જ સ્પિનર છે જ્યારે હાર્દિક, સેમ અને ટોમ ત્રણેય ફાસ્ટ બોલર છે. સેમ અને ટોમ આ પહેલાં 2011માં શ્રીલંકા વિરૂદ્ધ એક સાથે વનડે રમી ચુક્યા છે.

જો કે ભારતીય ટીમમાં હાર્દિક અને કૃણાલે એક સાથે રમીને એક અનોખો ઈતિહાસ સર્જયો છે. હાર્દિક-કૃણાલ ટીમ ઈન્ડિયામાં રમનારી ભાઈઓની ત્રીજી ભારતીય જોડી બની છે. આમ તો 6 ફેબ્રુઆરી 2019નાં રોજ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 ઈન્ટરનેશનલમાં પંડયા બંધુઓ એક સાથે મેચમાં જોવા મળ્યા હતા. પરંતુ વનડેમાં આ સંજોગ પહેલી વખત આવ્યો છે. હાર્દિક પંડયા 2016થી ટીમના સ્થાયી સભ્ય છે જ્યારે કૃણાલે હાલ પોતાની જગ્યા પાક્કી કરી છે. પંડયા બંધુ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઘણાં વર્ષોથી સાથે ધમાલ મચાવી રહ્યાં છે.

નાના ભાઈએ આપી ડેબ્યુ કેપ
કૃણાલને તેના નાના ભાઈ હાર્દિકે ડેબ્યુ કેપ આપતાં આ મોમેન્ટ વધુ ખાસ થઈ ગઈ હતી. કૃણાલ પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે, જ્યારે હાર્દિક દેશ માટે 57 વનડે રમી ચૂક્યો છે. કેપ આપ્યા પહેલાં હાર્દિક વીડિયોમાં કૃણાલને કંઈક કહેતો દેખાય છે, અને વીડિયોના અંતમાં બંને ભાઈ ભેટી પડે છે.

2012માં પઠાણ બંધુની જોડી જોવા મળી હતી
લગભગ 9 વર્ષ બાદ એવી તક આવી જ્યારે ટીમ ઈન્ડિયામાં બે ભાઈઓ એક સાથે રમી રહ્યાં છે. આ પહેલાં માર્ચ 2012માં ઈરફાન અને યુસુફ પઠાણ એક સાથે રમતા જોવા મળ્યા હતા. વડોદરાના ઘણાં સામાન્ય પરિવારમાં જન્મેલા આ ભાઈઓની જોડીએ પણ નાનપણમાં ગરીબી જોઈ, પરંતુ એક-બીજાને સપોર્ટ આપતાં ક્રિકેટના શિખર સુધી પહોંચ્યા. અહીં પણ પહેલાં નાના ભાઈ ઈરફાને ટીમમાં જગ્યા બનાવી હતી જે બાદ મોટા ભાઈ યુસુફની એન્ટ્રી થઈ. બંને 2007માં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. પઠાણ બંધુઓએ ભારત માટે આઠ વનડે અને એટલી જ ટી-20 સાથે રમી છે. ઈરફાન સ્વિંગ ફાસ્ટ બોલરની સાથોસાથ બેટિંગ પણ સારી કરી લેતો. જ્યારે યુસુફ પઠાણ પાવર હિટર હતો અને પાર્ટ ટાઈમ સ્પિન પણ કરતો હતો.

માર્ચ 2012માં ઈરફાન અને યુસુફ પઠાણ એક સાથે રમતા જોવા મળ્યા હતા.
માર્ચ 2012માં ઈરફાન અને યુસુફ પઠાણ એક સાથે રમતા જોવા મળ્યા હતા.

અમરનાથ ભાઈઓએ મેદાનમાં તરખાટ મચાવ્યો હતો
આ પહેલાં મોહિન્દર અને સુરિન્દર અમરનાથે પણ રાષ્ટ્રીય ટીમમાં ત્રણ મેચ સાથે રમી છે. બને આઝાદ ભારતના પહેલાં ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથના પુત્ર છે. તે સમયે અમરનાથ પરિવારને દેશમાં ખેલ જગતના સૌથી પ્રતિષ્ઠિત પરિવાર તરીકે યાદ કરવામાં આવતો હતો. સુરિન્દર આક્રમક બેટ્સમેન હતા, જેઓએ સ્થાનિક ક્રિકેટમાં રનોનો ઢગલો કર્યો હતો, પરંતુ યોગ્ય તક ન મળવાને કારણે તેઓ ભારતીય ટીમ માટે વધુ રમી શક્યા ન હતા. બીજી બાજુ મોહિન્દર અમરનાથની ગણતરી વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં થાય છે. સારા બેટ્સમેનની સાથો સાથ તેઓ મીડિયમ પેસ બોલર પણ હતા. 1983ના વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મોહિન્દર અમરનાથનો રોલ પણ ઘણો જ મહત્વન હતો.

મોહિન્દર અને સુરિન્દર અમરનાથે પણ રાષ્ટ્રીય ટીમમાં ત્રણ મેચ સાથે રમી છે. બને આઝાદ ભારતના પહેલાં ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથના પુત્ર છે.
મોહિન્દર અને સુરિન્દર અમરનાથે પણ રાષ્ટ્રીય ટીમમાં ત્રણ મેચ સાથે રમી છે. બને આઝાદ ભારતના પહેલાં ક્રિકેટ કેપ્ટન લાલા અમરનાથના પુત્ર છે.
અન્ય સમાચારો પણ છે...