ભારતીય પેરાલિમ્પિક કમિટીની અધ્યક્ષ દીપા મલિકે કહ્યું કે ગેમ્સમાં ખેલાડીઓ પર મેડલને લઇને કોઇ દબાણ નથી. ટોક્યો પેરાલિમ્પિકમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન જોવા મળી શકે છે. તેની સાથેની વાતચીતના અંશ...
ખેલાડીઓ પર મેડલનું કોઇ દબાણ નથી. મને ખ્યાલ છે કે મને ખ્યાલ છે કે દેશમાં જેવી રીતે રમે છે એ રમતને તે ટોક્યોમાં રિપીટ કરે તો દેશને મેડલ મળી જશે. હું મેડલનો કોઇ નંબર નહીં આપું. પણ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી શકે છે.
અમે ખેલાડીઓ પર કોરોનાની અસર પડવા દીધી નથી. તે તેમના સ્તર પર ટ્રેનિંગ કરી રહ્યા હતા. આ સમયે ખેલાડીઓએ ટેક્નીકનો ભરપુર ઉપયોગ કર્યો. ખેલાડીઓને ન્યુટ્રીશિયન, ઇજા, ફિઝિયોથેરાપી, મેન્ટર હેલ્થ વિશે ખ્યાલ આવ્યો. જોકે ખેલાડીઓ વિદેશમાં ટ્રેનિંગ કરી શક્યા નહીં. નવા ટેલેન્ટને તક મળતી તો ગેમ્સમાં ખેલાડીઓની સંખ્યા વધુ થઇ શકત.
શરદે યુક્રેનમાં હાઈ-જંપની ટ્રેનિંગ લીધી. બાકી બધાએ ભારતમાં જ તૈયારી કરી. હું પોતે ખેલાડી છું. એટલા માટે ખ્યાલ છે કે તૈયારી માટે કઇ વસ્તુની જરૂરીયાત હોય છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.