તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • There Is No Case In The Court, Those People Are Only Doing Harm By Spreading Rumors: Sushil Kumar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇન્ટરવ્યુ:કોર્ટમાં કોઇ કેસ નથી, તે લોકો માત્ર અફવા ફેલાવીને માત્ર નુકસાન કરી રહ્યા છે : સુશીલ કુમાર

રાયપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુશીલ કુમાર સ્કૂલ ગેમ્સ ફેડરેશનનો બીજીવાર અધ્યક્ષ બન્યો

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ના નવા અધ્યક્ષ બનેલ સુશીલ કુમારે કહ્યું કે ખેલાડીઓના ભવિષ્ય સાથે કોઇ ચેડા કે ગડબડ કરશે તે હું જરા પણ સહન કરી નહી લવ. મને જે જવાબદારી મળી છે, તેનો હું સારી રીતે નીભાવીશ. બેવારના ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન સુશીલ કુમારે રહ્યું કે જે ચૂંટણી ડિસેમ્બરમાં થઇ હતી તેમાં સ્પોર્ટ્સ કોડનું ઉલ્લંઘન થયું હતું. એટલા માટે તેને અમાન્ય કરી દેવામાં આવી હતી. તેણે કહ્યું કે કોરોનાના કારણે ખેલાડીઓનું એક વર્ષ ખરાબ થઇ ચુક્યું છે. બાળકો સત્રમાં રાષ્ટ્રીય ટુર્નામેન્ટ શરૂ કરવાને લઇને તૈયારીઓ ચાલી રહી છે. તે ઓલિમ્પિકમાં ઉતરવા માટે જલ્દી તૈયારીઓ શરૂ કરી દેશે. 2008 બેલ્જીંગ ઓલિમ્પિકમાં કાસ્ય અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર સુશીલ પહેલીવાર 2016 માં એસજીએપઆઈમાં અધ્યક્ષ બન્યો હતો. તેની વાતચીતના અંશ:

  • ટોક્યો ઓલિમ્પિકને લઇને તમારી કેટલી તૈયારી છે? શું તેમે તેમાં જોડાશે.?

હું ઓલિમ્પિકમાં ત્રણવાર રમી ચુક્યો છું. મોટી ટુર્નામેન્ટમાં પણ જોડાયો છું. મને ખ્યાલ છે કે ટુર્નામેન્ટમાં કેવા પ્રકારની તૈયારીઓ સાથે ઉતરવાનું હોય છે અને શું કરવાનું હોય છે. ઓલિમ્પિકમાં ઉતરવાને લઇને ગુરૂજી પાસેથી અંતિમ નિર્ણય લીધા બાદ જ નક્કી કરીશ.

  • ડિસેમ્બરમાં ચૂંટણી બાદ SGFI ના નવા સભ્યો નક્કી થઇ ગયા, ફરી તેને અમાન્ય કરી દેવાઇ, ત્યાર બાદ તમે ચૂંટણી કરાવી નવા સભ્યો તૈયાર કર્યા.?

ડિસેમ્બરમાં જે ચૂંટણી થઇ હતી તેને ભારત સરકારે અમાન્ય કરી દીધી હતી. તે ચૂંટણી સ્પોર્ટ્સ કોડ પ્રમાણે થઇ ન હતી. અમારા ફેડરેશન અને ચૂંટણીને લઇને કોર્ટમાં પણ કોઇ કેસ ચાલી નથી રહ્યો. બીજા ફેડરેશનના લોકો માત્ર અફવા ફેલાવી રહ્યા છે. તેનાથી નાના બાળકોને નુકસાન થઇ રહ્યું છે. હું આ બધી બાબતોને સહન કરી નહીં શકું.

  • તમે રમતમાંથી હજુ નિવૃત્તિ નથી લીધી. રમત અને એડમિનિસ્ટ્રેશન બંને એક સાથે કઇ રીતે સંભાળી શકશો.? શું તેનાથી રમત પ્રભાવિત નહીં થાય.?

હું 2008 થી સેકન્ડ ક્લાસ ઓફિસર છું. રમતની સાથે એડમિનિસ્ટ્રેશન સંભાળી રહ્યો છું. મે કામ અને રમત બંનેમાં એક લીમીટ બનાવી દીધી છે. મારે એક દિવસમાં કેટલું કામ કરવાનું છે અને કેટલી પ્રેક્ટિસ કરવાની છે, બંને કામ માટે અલગ અલગ પ્લાનીંગ કરૂ છું.

  • ઘણી રમતો શરૂ થઇ ગઇ છે. એસજીએફઆઈની ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે.?

એસજીએફઆઈની ગેમ્સ શરૂ કરવાને લઇને અમે એક પ્લાન તૈયાર કર્યો છે. જલ્દી જ નેશનલ ગેમ્સ શરૂ થશે. બાળકોની પરિક્ષા બાદ તે શરૂ થઇ શકે છે.

  • તમે નેશનલ ટ્રાયલમાં ઉતર્યા ન હતા, તેના પાછળ શું કારણ હતું.?

નેશનલ ટ્રાયલ થઇ ગયું છે. એટલા માટે હું ઉતર્યો ન હતો. આવનાર ટુર્નામેન્ટની તૈયારી કરીશ અને તેમાં ભાગ લઇશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો