• Gujarati News
  • Sports
  • The WTA Turned Against China; Due To Global Aggression, Changing Politics And Current Situation Other Sports Organizations May Take Big Decisions

ભાસ્કર વિશેષ:ડબલ્યુટીએ ચીન વિરુદ્ધ થયું; વૈશ્વિક આક્રોશ, બદલાતું રાજકરણ અને વર્તમાન સ્થિતિને કારણે અન્ય રમત સંસ્થાઓ લઈ શકે છે મોટા નિર્ણય

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીન રમતનું સૌથી મોટું માર્કેટ, 67 ટકા અમેરિકનો ચીન અંગે નકારાત્મક માનસિકતા ધરાવે છે

ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ લીગ અને સંગઠનો આકર્ષક બ્રૉડકાસ્ટ ડીલ, સ્પૉન્સરશિપ અને નવો દર્શક વર્ગ આ બાબતે આકર્ષિત થતા હોય છે. પરંતુ તેમાં જોખમ પણ રહે છે. લીગ, ટીમ અને ખેલાડી ચીનને સોનાની ખાણ માને છે. કારણ કે, વર્ષો સુધી ચીનના બજારનો સરવે કરવા પર જાણવા મળ્યું છે કે, ત્યાં વેપાર કરવાના ફાયદા સંભવિત નુકસાન કરતા વધુ છે.

જોકે હવે આ વિચાર બદલાઈ રહ્યો છે. સવાલ થઈ રહ્યાં છે કે ચીનમાં બિઝનેસ કરવું એ ફાયદાકારક છે કે નહીં? રમત જગતને ગત સપ્તાહે તેનો સંકેત મળ્યો જ્યારે ડબ્લ્યૂટીએ એ ધમકી આપી કે, ચીનની સરકાર ટેનિસ ખેલાડી પેંગ શુઆઈની સુરક્ષાની પૃષ્ટિ કરવામા નિષ્ફળ રહેશે તો ડબ્લ્યૂટીએ પોતાનું સંપૂર્ણ બિઝનેસ ચીનમાં બંધ કરી દેશે.

ડબ્લ્યૂટીએ તે સંસ્થાઓમાં સામેલ છે, જેમણે ચીનના બજારમાં પગ જમાવવા એક દાયકામાં આક્રમક રીતે કામ કર્યું છે. 2019માં ચીનમાં ડબ્લ્યૂટીએની 9 ઈવેન્ટ યોજાઈ હતી. ચીનમાં અબજોનો બિઝનેસ કરનાર એનબીએ, ઈપીએલ, એફ-1, આઈઓસી આવા મુદ્દે ચૂપ રહે છે.

શુઆઈ મામલે આઈઓસી પણ ચીનના બચાવ માટે ઉતરી છે. એક રિસર્ચ અનુસાર, 67 ટકા અમેરિકનો ચીન અંગે નકારાત્મક વિચાર રાખે છે, 2018માં 46 ટકા હતું. યુરોપમાં પણ આવી જ માનસિકતા જોવા મળી રહી છે. ડબ્લ્યૂટીએ સાથેનો ચીનનો વિવાદ પશ્ચિમી દેશો સાથેના સંબંધ વધુ બગાડી શકે છે. ચીન વિરુદ્ધ સતત માનવિધાકર ભંગના આરોપ લાગતા રહ્યાં છે.

ચીનની કંપનીએ પ્રીમિયર લીગથી રેકોર્ડ ડીલ કરી, પરંતુ પેમેન્ટ ન કરી શકી
યુરોપિયન ફૂટબોલ ચીનને 5 વર્ષ અગાઉ તક તરીકે જોતું હતું. હવે નિરાશા બાદની વાસ્તવિકતા સામે આવી રહી છે. ઈટાલિયન ક્લબ ઈન્ટર મિલાન ચીની માલિકોને કારણે આર્થિક મુશ્કેલીમાં છે. ટીમ પેરોલ પૂર્ણ કરવા ખેલાડીઓના કરાર વેચવા મજબૂર છે. ઈપીએલને ચીની કંપની રેકોર્ડ બ્રૉડકાસ્ટ ડીલ બાદ પેમેન્ટ કરવામા નિષ્ફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે...