તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • The World's Largest Sports League With Revenues Of Over 8 8 Billion Since Dec. 22

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન ટૂર્નામેન્ટ:8 અબજ ડોલરથી વધુ રેવન્યુ ધરાવતી વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ 22 ડિસે.થી

ન્યૂયોર્ક5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2020-21ની સિઝનમાં દરેક ટીમ 72 ગેમ રમશે, જે દર વખત કરતાં 10 ઓછી છે.
 • સામાન્ય રીતે દરેક સિઝનમાં બધી ટીમો 82-82 ગેમ રમતી હોય છે.

કોરોના કાળમાં 6 મહિના જેટલો સમય તમામ સ્પોર્ટીંગ એક્ટિવિટી બંધ રહી હતી. લંડનમાં ક્રિકેટ અને અમેરિકામાં યુએસ ઓપનથી માંડીને IPL સુધી વિવિધ મોટી ટૂર્નામેન્ટ્સ રમાઈ ગઈ છે. હવે આવતા મહિનાથી નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ પણ શરૂ થશે. જે દુનિયાની સૌથી મોટી લીગ છે અને 8 બિલિયન ડોલરથી વધુ રેવન્યુ ધરાવે છે. NBAમાં નોર્થ અમેરિકાની 30 ટીમોમાં દુનિયાના શ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડીઓ ભાગ લે છે. NBAની સિઝન 22 ડિસમ્બરથી શરૂ થવાની છે. જોકે, તેમાં ફેન્સના પ્રવેશ અંગેનો નિર્ણય હજુ લેવાયો નથી.

ફ્રી વિન્ડો 20થી 22 નવેમ્બરે ખૂલશે
ફ્રી એજન્સી વિન્ડો 20થી 22 નવેમ્બર દરમિયાન ખુલ્લી રહેશે, જે દરમિયાન રિસ્ટ્રિક્ટેડ ફ્રી એજન્સી પાસેથી કોઈપણ ટીમ સાથે કરાર સાઈન કરી શકે છે. જોકે પ્લેયરની ઓરિજિનલ ટીમ પાસે એટલી જ ઓફર જેટલા પૈસા આપીને ખેલાડીને રિટેન કરવાનો પાવર રહેશે. સાથે જ આ સિઝનનો ડ્રાફ્ટ 18 નવેમ્બરે શરૂ થશે. જેમાં 22 વર્ષથી વધુ વયના ઇન્ટરનેશનલ ખેલાડી, 19 વર્ષથી વધુ ઉંમરના એ ખેલાડીઓ જે ઇન્ટરનેશનલ રમ્યા નથી, જેમને ઓફિશિયલી રમવા ડિક્લેર કરાયા, અને કોલેજ વતી ચાર વર્ષ રમી ચુકેલા યુએસમાં જન્મેલા ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાશે. ચાલુ સીઝનમાં દરેક ટીમ મેક્સિમમ 15 ખેલાડીઓને લઈ શકે છે.

બોસ્ટન સેલ્ટિક્સે સૌથી વધુ 17 ટાઈટલ જીત્યાં
એનબીએની ટીમ બોસ્ટન સેલ્ટીકસે સૌથી વધુ 17 ટાઇટલ જીત્યા છે. લોસ એન્જલ્સ લેકર્સ 16 ટાઇટલ સાથે બીજા નંબરે છે. આ ઉપરાંત, શિકાગો બુલ્સે 6 અને સેન એન્ટોનિઓ સ્પર્સે 5 ટાઇટલ પોતાના નામે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો