તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના કાળમાં 6 મહિના જેટલો સમય તમામ સ્પોર્ટીંગ એક્ટિવિટી બંધ રહી હતી. તે પછી હવે યુએસ ઓપનથી લઈને IPL સુધી વિવિધ મોટી ટૂર્નામેન્ટ્સ રમાઈ ગઈ છે. આગામી સમયમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ પણ શરૂ થશે. આજે આપણે જાણીએ કે દુનિયાની સૌથી મોટી લીગ- 8 બિલિયન ડોલરથી વધુ રેવન્યુ ધરાવતી NBA કઈ રીતે કામ કરે છે અને તેમજ તેનાથી જોડાયેલી ટેક્નિકલ પ્રશ્નોના જવાબ મેળવીશું. તમને જણાવી દઈએ કે, NBAમાં નોર્થ અમેરિકાની 30 ટીમોમાં દુનિયાના શ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડીઓ ભાગ લે છે.
1) NBA 2020ની સીઝન ક્યારે શરૂ થશે?
આગામી સીઝનની શરૂઆત 22 ડિસેમ્બરે થશે. સીઝન ક્યારે સમાપ્ત થશે, તે અંગે જાહેરાત કરવામાં આવી નથી.
2) 2020-21માં દરેક ટીમ કેટલી ગેમ રમશે?
આ સીઝનમાં દરેક ટીમ 72 ગેમ રમશે, જે દર વખત કરતા 10 ઓછી છે. સામાન્યપણે દરેક સીઝનમાં બધી ટીમો 82-82 ગેમ રમતી હોય છે.
3) રિસ્ટ્રિકટેડ ફ્રી એજન્સી શું છે અને તેની શરૂઆત ક્યારે થશે?
રિસ્ટ્રિક્ટેડ ફ્રી એજન્સીથી કોઈપણ ટીમ સાથે કરાર સાઈન કરી શકે છે, જોકે પ્લેયરની ઓરિજિનલ ટીમ પાસે એટલી જ ઓફર જેટલા પૈસા આપીને ખેલાડીને રિટેન કરવાનો પાવર રહેશે. આ વખતે ફ્રી એજન્સી વિન્ડો 20થી 22 નવેમ્બર દરમિયાન ખુલ્લી રહેશે. દર વર્ષે આ વિન્ડો એક અઠવાડિયા માટે ખુલ્લી હોય છે.
4) 2020 NBAનો ડ્રાફ્ટ ક્યારે છે? ડ્રાફ્ટમાં ક્યા ખેલાડીઓનો સમાવેશ થશે?
આ સીઝન માટેનો ડ્રાફ્ટ 18 નવેમ્બરે શરૂ થશે. આ ડ્રાફ્ટમાં 22 વર્ષથી વધુ વયના ઇન્ટરનેશનલ ખેલાડીઓ. 19 વર્ષથી વધુ ઉંમરના એ ખેલાડીઓ જેઓ ઇન્ટરનેશનલ રમ્યા નથી અને જેમને ઓફિશિયલી રમવા માટે ડિક્લેર કરવામાં આવ્યા છે અને યુએસમાં જન્મેલા એ તમામ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે જેઓ કોલેજ વતી ચાર વર્ષ રમ્યા છે. એક ચાલુ સીઝનમાં દરેક ટીમ મેક્સિમમ 15 ખેલાડીઓને લઈ શકે છે, જેમાંથી એક ગેમમાં વધુમાં વધુ 13 ખેલાડીઓ એક્ટિવ થઇ શકે છે.
5) આ વર્ષની સેલેરી કેપને કોઈ અસર થશે?
સૌથી પહેલા તો સમજી લઈએ કે સેલેરી કેપ શું છે અને તેની ગણતરી કઈ રીતે થાય છે. સેલેરી કેપ એટલે એ કુલ રકમ જે એક ટીમ ખેલાડીઓ ખરીદવા માટે વાપરી શકે છે. હવે આ રકમ નક્કી કઈ રીતે થાય છે? લીગની કુલ રેવન્યુના 44.74% કેપ માટે અલોટ કરવામાં આવે છે. પછી જે રકમ આવે તેને 30 ટીમમાં વહેંચવામાં આવે છે. આ વર્ષે તેમાં કોઈ બદલાવ થયો નથી. ગયા વર્ષની માફક જ આ વખતે સેલેરી કેપ $ 132,627,000 છે.
6) શું આ વખતે કોરોના કાળમાં ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે?
આ અંગે NBA દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
7) કઈ ટીમ પાસે સૌથી વધુ ટાઇટલ છે?
બોસ્ટન સેલ્ટીકસે સૌથી વધુ 17 ટાઇટલ જીત્યા છે. જ્યારે લોસ એન્જલ્સ લેકર્સ 16 ટાઇટલ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. શિકાગો બુલ્સે 6, જ્યારે સેન એન્ટોનિઓ સ્પર્સે 5 ટાઇટલ પોતાના નામે કર્યા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.