ક્રિકેટ / વર્લ્ડકપ માટે ઉપક્પ્તાન બનાવવામાં આવતા ગેલે કહ્યું, આ વર્લ્ડકપ મારા માટે ખાસ છે

  • ગેલે કહ્યું કે, વિન્ડીઝનું પ્રતિનિધિત્વ કરવું સમ્માનની વાત, કપ્તાન અને ટીમને સપોર્ટ કરીશ
  • આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધની ટ્રાઈ સિરીઝ માટે શાઈ હોપને ઉપક્પ્તાન બનાવવામાં આવ્યો

divyabhaskar.com

May 07, 2019, 07:16 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે વનડે વર્લ્ડકપ 2019 માટે ક્રિસ ગેલને ટીમનો ઉપક્પ્તાન બનાવ્યો છે. 15 સદસ્ય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. ઇંગ્લેન એન્ડ વેલ્સ ખાતે 30 મેથી 14 જુલાઈ દરમિયાન આઈસીસી વનડે વર્લ્ડકપ રમાવાનો છે. વર્લ્ડકપની તૈયારી રૂપે ત્યાં આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની ટ્રાઈ-સિરીઝમાં શાઈ હોપને ઉપક્પ્તાન બનાવવામાં આવ્યો છે.

ગેલે કહ્યુ કે, અમે સારું પ્રદર્શન કરીશુ

  • બોર્ડના આ નિર્ણય અંગે ગેલે કહ્યું હતું કે, 'વેસ્ટ ઇન્ડિઝની ટીમનું કોઈ પણ ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કરવું સમ્માનની વાત છે. આ વર્લ્ડકપ મારા માટે ખાસ છે. ટીમનો સિનિયર ખેલાડી હોવાથી હું કેપ્ટન અને બધા સાથી ખેલાડીઓને સપોર્ટ કરીશ. આ મારુ કર્તવ્ય છે.'
  • ગેલે કહ્યું કે, તેની ખાસ સંભાવના છે કે આ વર્લ્ડકપમાં કંઈક ધમાકેદાર થશે. લોકોને મારી પાસેથી સારી અપેક્ષા છે અને હું જાણું છુ કે વેસ્ટ ઇન્ડિઝના લોકો માટે અમે સારું પ્રદર્શન કરીશુ.

વેસ્ટ ઇન્ડિઝની વર્લ્ડકપ ટીમ:

જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ (ઉપક્પ્તાન), આન્દ્રે રસેલ, એશ્લે નર્સ, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, એવીન લુઈસ, ફેબિયન એલન, કેમર રોચ, નિકોલસ પૂરન, ઓશેન થોમસ, શાઈ હોપ, શેનન ગેબ્રિયલ, શેલ્ડન કોટરેલ અને શિમરોન હેટમાયર

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી