ફૂટબોલ ચેમ્પિયન બનશે માલામાલ:વર્લ્ડ ચેમ્પિયનને 359 કરોડ રૂપિયા મળશે, જાણો અન્યોને કેટલા મળી શકે છે;  કતારમાં FIFA વર્લ્ડ કપનો પ્રારંભ

3 મહિનો પહેલા

રવિવારથી કતારમાં FIFA વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થઈ રહ્યો છે. દર્શકોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં 32 ટીમ ભાગ લઈ રહી છે. ઈનામી રકમની દ્રષ્ટિએ આ વિશ્વની ત્રીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. આનાથી વધુ, ઈનામી રકમ UEFA ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ (10.6 હજાર કરોડ રૂપિયા) અને ફોર્મ્યુલા-1 મોટર સ્પોર્ટ્સ (6.5 હજાર કરોડ રૂપિયા)માં હોય છે.

FIFA આ ટૂર્નામેન્ટ માટે 3.6 હજાર કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરશે. જેમાં ફાઈનલમાં જીતનાર વર્લ્ડ ચેમ્પિયનને 359 કરોડ રૂપિયા મળશે. આ IPLની કુલ ઈનામી રકમ (રૂપિયા 46.5 કરોડ) કરતાં 7.6 ગણી વધુ છે.

હવે જાણો FIFAની પુરી પ્રાઈસમની...
FIFA વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ લગભગ 3.6 હજાર કરોડ રૂપિયા છે. ચેમ્પિયન ટીમને લગભગ 359 કરોડ રૂપિયા મળશે, જ્યારે રનરઅપ ટીમને 245 કરોડ રૂપિયા મળશે. ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમને અનુક્રમે રૂપિયા 220 અને 204 કરોડ મળશે. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટની 32મી એટલે કે છેલ્લી ટીમ પણ ખાલી હાથે નહીં જાય. તેને પણ 73 કરોડ રૂપિયા મળશે.