તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The Women's Singles Title Match Will Be Played Between Leylah And Emma Raducanu, Both Of Whom Reached The Final For The First Time.

US ઓપન 2021:લેલાહ અને એમ્મા રાદુકાનુ વચ્ચે વુમન સિંગલ્સની ટાઇટલ મેચ રમાશે, બંને પહેલીવાર ફાઇનલમાં પહોંચી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
એમ્મા રાદુકાનુ (ડાબે) અને લેલાહની ફાઇલ તસવીર - Divya Bhaskar
એમ્મા રાદુકાનુ (ડાબે) અને લેલાહની ફાઇલ તસવીર
  • લેલાહે સેમીફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર-2 બેલારૂસની આર્યન સબાલેન્કાને 2-1થી હરાવી

US ઓપનમાં વુમન સિંગલ્સની ફાઇનલ મેચ કેનેડાની લેલાહ ફર્નાંડિઝ અને બ્રિટનની એમા રાદુકાનુ વચ્ચે રમાશે. ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડી પહેલીવાર US ઓપનની ફાઇનલમાં પહોંચી છે. રાદુકાનુએ સેમીફાઇનલ મેચમાં પ્રશંસનીય પ્રદર્શન કરીને મારિયા સકારીને 2-0થી હરાવી હતી. આ મેચમાં તેણે સકારીને 6-1, 6-4થી માત આપી હતી. આની પહેલા કેનેડિયન 19 વર્ષની ટેનિસ ખેલાડી લેલાહ ફર્નાંડિઝે સેમીફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર-2 બેલારૂસની આર્યન સબાલેન્કાને 2-1થી હરાવી હતી.

લેલાહે સેમીફાઇનલ મેચમાં બેલારૂસની ખેલાડીને 7-6, 4-6, 6-4થી માત આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લેલાહ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચનાર મારિયા શારાપોવા પછી વિશ્વની બીજી યંગ પ્લેયર છે.

રસાકસીભરી મેચ
બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી સેમીફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. પહેલો સેટ લેલાહે 7-6થી પોતાને નામ કર્યો હતો. ત્યારપછી બીજા સેટમાં સબાલેન્કાએ બાઉન્સ બેક કરીને 6-4થી જીત પ્રાપ્ત કરી હતી. તેવામાં હવે ત્રીજા અને નિર્માયક સેટને લેલાહે 6-4થી જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર વિશ્વની બીજી યંગ પ્લેયર
લેલાહ ફર્નાંડિઝ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કરનાર વિશ્વની બીજી સૌથી યંગ પ્લેયર બની ગઈ છે. જોકે કોઇપણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કરવાનો રેકોર્ડ મારિયા શારાપોવાને નામ છે. તે વર્ષ 204માં વિંબલ્ડનની ફાઇનલમાં પહોંચી હતી.

ફાઇનલમાં રાદુકાનુની લેલાહ સામે ટક્કર
US ઓપન વુમન સિંગલ્સમાં હવે લેલાહની મેચ એમ્મા રાદુકાનું સામે થસે. બંને ખેલાડી પહેલીવાર US ઓપનની ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષોમાં US ઓપનમાં બીજીવાર ફાઇનલમાં કેનેડાની કોઇ મહિલા ખેલાડી રમશે, આની પહેલા 2019માં કેનેડિયન બિયાંકા એન્ડ્રેસ્કૂએ US ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

અન્ય સમાચારો પણ છે...