ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. ટીમ સેમિ ફાઇનલ સુધી પહોંચી. આ ટીમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ સફળતામાં ગોલકીપર સવિતા પૂનિયાનું યોગદાન મહત્વનું રહ્યું. સવિતાને ‘ધ વોલ’ નું ટેગ આપવામાં આવ્યું. 31 વર્ષની ગોલકીપર આ ટેગને એક જવાબદારી માને છે અને તે કાયમ રહે તેના માટે મહેનત કરી રહી છે. તેની સાથેના વાતચીતના અંશ...
પહેલા પણ અમે ઘણા દબાણવાળા મેચ રમ્યા છીએ. પણ તે મેચમાં અલગ પ્રકારનું દબાણ હતું. અમે તેના માટે ઘણી મહેતન કરી હતી. ઓસ્ટ્રેલિયા જેવી ટીમને ગોલ વગર રોકવું સહેલું નથી. ક્યાક અમને ફિટનેસમાં મદદ મશી, કારણ કે તેજ વાત અમને બેસ્ટ બનાવે છે. કોચે પણ અમારી સાથે ઘણું કામ કર્યું છે.
હોકીને તમે હવે મોટા લેવલ પર જોશો. ઓલિમ્પિકમાં જ્યારે અમે ગેમ પુરી કરી, તો એવું લાગ્યું ન હતું કે આટલો બધો પ્રેમ મળશે. આજે પુરો દેશ હોકી વિશે વાત કરી રહ્યું છે. હવે અમારી પણ જવાબદારી છે કે અમે મોટુ લેવલ સેટ કરીએ.
જ્યારે શરૂઆત કરી હતી તો હોકીમાં નેશનલ કક્ષાએ પહોંચ્યા બાદ જ સુવિધાઓ મળતી હતી. પણ હાલના સમયમાં હોકીની બધી સુવિધા ગ્રાસ-રૂટ કક્ષાએ જ મળી જાય છે. તે સારી વાત છે. તેનાથી રમતમાં ઝડપ આવશે. હવે હોકીમાં વધુ બાળકો કારકિર્દી બનાવવાનું વિચારશે.
જ્યારે કોઇ રમતમાં ટાઇટલ તમને ખાસ રીતે આપવામાં આવે છે ત્યારે તે તમને સ્પેશિયલ બનાવી દે છે. મારા માટે એક મોટો પડકાર છે. આ ટાઇટલ બાદ મારી જવાબદારી વધી જાય છે. મારે તેના માટે વિશેષ મહેનત કરવી પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.