• Gujarati News
  • Sports
  • The Umpire Urinated In His Pants On The Pitch, Captured On Camera. The Move Went Viral On Social Media.

બ્રાઝીલમાં ફુટબોલ મેચ પહેલાં અજીબ હરકત:રેફરીએ મેદાન પર પેન્ટમાં જ પેશાબ કર્યો, કેમેરામાં કેદ આ હરકત સોશિયલ મીડિયામાં વાયરલ

રિયો ડી જાનેરોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયો ડી જાનેરોમાં રેફરી ડેનિસ ડા સિલ્વા રિબેરો સેરાફિમે પેન્ટમાં જ પેશાબ કર્યો હતો. - Divya Bhaskar
રિયો ડી જાનેરોમાં રેફરી ડેનિસ ડા સિલ્વા રિબેરો સેરાફિમે પેન્ટમાં જ પેશાબ કર્યો હતો.
  • રેફરી ડેનિસે આ કામ એટલું ધ્યાન રાખીને કર્યું હતું કે કોમેન્ટેટર પણ તેને ન પકડી શક્યા.
  • ગત વર્ષે આઈરિશ કપની સેમિફાઈનલમાં પ્લેયર ઈયોન બ્રેડલી પિચ પર પેશાબ કરતા જોવા મળ્યો હતો.

બ્રાઝીલમાં એક કપ મેચ દરમિયાન સેન્ટર સર્કલ પર પહોંચતા જ રેફરી ડેનિસ ડા સિલ્વા રિબેરો સેરાફિમે પેન્ટમાં જ ટોયલેટ કરી દિધું. તેઓએ આવું એટલા માટે કર્યું કેમકે તે સમયે મેચ શરૂ થવાની હતી અને તેઓ ટીવી સ્ક્રીન પર પ્લે થઈ રહ્યાં હતા. રેફરી ડેનિસે આ કામ એટલું ધ્યાન રાખીને કર્યું હતું કે કોમેન્ટેટર પણ તેને ન પકડી શક્યા.

રિયો ડિ જાનેરોના એલસિલ રેસેન્ડે સ્ટેડિયમની ઘટના
આ ઘટના કોપ ડી બ્રાઝીલમાં બોઆવિસ્ટા અને ગોઈયાસ વચ્ચે ગુરૂવારે રમાયેલા મેચની છે. રિયો ડી જાનેરોના એલસિલ રેસેન્ડે સ્ટેડિયમમાં પેન્ટમાં પેશાબ કર્યો તેની થોડી વાર પહેલાં જ રેફરી ડેનિસે ખાસ સફાઈથી મેચ ઓફિશિયલ અને બે લાઈન્સમેન વચ્ચે પરિચય કરડાવ્યો હતો.

રેફરી કેમેરાની તરફ પીઠ કરીને મેચ બોલ પર ટોયલેટ કરે છે
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે રેફરી ડેનિસ પહેલાં પોતાના શોર્ટ્સને લૂઝ કરે છે અને કેમેરાની તરફ પીઠ રાખીને મેચ બોલ પર પેશાબ કરે છે. એવું કર્યા બાદ તે સેન્ટર સર્કલથી દૂર થઈ જાય છે. થોડી વાર પછી વીડિયોમાં તેના પેન્ટ પર વ્હાઈટ પેચ પણ જોવા મળે છે.

આ પેશાબ નથી પરંતુ પવિત્ર જળ છે
સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને અનેક પ્રકારની મજાક જોવા મળી રહી છે. એક યૂઝરે લખ્યું કે, મેચમાં આવ્યા તે પહેલાં રેફરી ટોયલેટ કરવાથી લેટ થઈ ગયા અને ચેન્જિંગ રૂમથી સીધા ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. તો અન્ય એક યુઝર્સે લખ્યું કે આ પેશાબ નથી, પરંતુ પવિત્ર જળ છે. આ મેદાન પર રેફરી એટલા માટે નાખે છે કે જેથી કોઈ લડાઈ ન થાય.

પહેલાં પણ મેદાનમાં પેશાબની ઘટનાઓ ઘટી છે
આ પહેલાં પણ ગ્રાઉન્ડ પર પેશાબ કરવાની અનેક ઘટનાઓ સામે આવી ગઈ છે. ગત વર્ષે આઈરિશ કપની સેમિફાઈનલ મેચમાં કોલરેન અને બેલિમેના યુનાઈટેડની ટીમ આમને સામને રમાઈ હતી. આ દરમિયાન એક પ્લેયર ઈયોન બ્રેડલીએ પિચ પર પેશાબ કરતા જોવા મળ્યો હતો. આ ઘટના બાદ તેના પર 6 મેચનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...