તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • The UAE Does Not Have ICC Full time Member Status, Although Sharjah And Dubai Hold The Record For Most ODI And T 20 Hosts, Respectively.

રણમાં ક્રિકેટ:UAEને ICC ફૂલ ટાઈમ મેમ્બરનું સ્ટેટસ મળ્યું નથી, તેમ છતાં શારજાહ અને દુબઇ અનુક્રમે સૌથી વધુ વનડે અને T-20 હોસ્ટ કરવાનો રેકોર્ડ ધરાવે છે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના સૌથી મોટા સ્પોર્ટિંગ તહેવારને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તમે જાણો જ છો કે, કોરોનાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને યુનાઇટેડ આરબ અમિરાત (UAE)માં ખસેડવામાં આવી છે. ટૂર્નામેન્ટના ઓપનિંગ એન્કાઉન્ટરમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ 19 સપ્ટેમ્બરે દિલધડક મુકાબલો આપણી સમક્ષ લાવે તે પહેલા UAEના ક્રિકેટિંગ બેકગ્રાઉન્ડ વિશે જાણીએ.

સૌથી વધુ વનડે અને T-20 હોસ્ટ કરવાનો રેકોર્ડ

UAEની ક્રિકેટ ટીમ ઇન્ટરનેશનલ લેવલે એક્ટિવ છે, પરંતુ તેને હજી સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ફૂલ ટાઈમ મેમ્બર તરીકેનું સ્ટેટસ મળ્યું નથી. તેમ છતાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમના નામે સૌથી વધુ 240 વનડે હોસ્ટ કરવાનો રેકોર્ડ છે. જ્યારે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નામે સૌથી વધુ 62 T-20 હોસ્ટ કરવાનો રેકોર્ડ છે.

રણમાં ક્રિકેટ કઈ રીતે શરૂ થયું?

UAE 2 ડિસેમ્બર 1971માં ઇન્ડિપેંડેન્ટ થયું. ત્યાં સુધી તેના પર અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજોનો દબદબો હોવા છતાં આ દેશમાં કોઈ ક્રિકેટના રંગે રંગાયું નહોતું. કહેવામાં આવે છે કે ત્યાં ફરજ નિભાવતા બ્રિટિશ અધિકારીઓ ક્રિકેટ રમતા હતા પરંતુ ત્યાંની અરબ કમ્યુનિટીને ગેમમાં રસ હતો નહિ. તેના બે મુખ્ય કારણો: 1) ગરમી. હંમેશા 40 ડિગ્રીથી વધુનું વાતાવરણ. 2) ગરમીમાં ક્રિકેટ રમવાની સુવિધાની ઉણપ.

1970ના દાયકાના બીજા ભાગમાં સાઉથ એશિયન લોકોએ કામકાજ માટે UAE આવવાનું શરૂ કર્યું હતું. આ કમ્યુનિટી સારી લાઈફસ્ટાઇલની શોધમાં રણમાં પોતાની સાથે ક્રિકેટ માટેના પ્રેમને પણ લઈ આવી હતી.

અબ્દુલ રહેમાન બુખાતીરનો મહત્ત્વનો ફાળો

ત્યાંના એમીરાટી બિઝનેસમેન અબ્દુલ રહેમાન બુખાતીરને 1980ના દાયકાની શરૂઆતમાં ક્રિકેટિંગ બિઝનેસમાં રસ પડ્યો. તેમણે દેશમાં ક્રિકેટનો પાયો નાખ્યો અને 1984માં UAEએ પ્રથમ વાર પોતાની પહેલી ઇન્ટરનેશનલ સીરિઝ એશિયા કપની યજમાની કરી. બુખાતીરે પોતાનો અભ્યાસ પાકિસ્તાનમાં કર્યો હોવાથી તેમને ક્રિકેટનો ચસ્કો ત્યાંથી લાગ્યો હતો.

અબ્દુલ રહેમાન બુખાતીરની લીડરશિપ હેઠળ UAEએ ક્રિકેટ મેચ હોસ્ટ કરવાનું શરૂ કર્યું.
અબ્દુલ રહેમાન બુખાતીરની લીડરશિપ હેઠળ UAEએ ક્રિકેટ મેચ હોસ્ટ કરવાનું શરૂ કર્યું.

1984માં ટૂર્નામેન્ટ સફળ થતા એશિયા કપ સાથે UAE ઓસ્ટ્રેલએશિયા કપ, પેપ્સી કપ, કોકા કોલા કપની યજમાની પણ કરવા લાગ્યું. ક્રિકેટે અહીં ટેક્નિકલી (પ્લેયર્સનો કમ્ફર્ટ લેવલ) અને ફાઈનાનશિયલી સફળતા મેળવી. કેટલાક ક્રિકેટ પંડિતો અનુસાર શારજહ ક્રિકેટના મક્કા લોર્ડ્સ પછી અને અમુક અંશે લોર્ડ્સ પહેલા ખેલાડીઓની પહેલી પસંદ હતી. અને દર્શકોને પણ અહીં ઇન્ડિયા-પાકિસ્તાન, ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા જોવાની મજા આવતી હતી.

મેચ ફિક્સિંગના આરોપો સ્પીડ બ્રેકર સાબિત થયા

જોકે, જેટલી ઝડપથી UAEમાં મેચો હિટ થઈ, એના કરતા બમણી ગતિએ મેચ ફિક્સિંગના આરોપોએ તેનો કલર ઝાંખો કરી દીધો. 1980-1990માં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ રિપોર્ટ કર્યો હતો કે કેટલાક બુકીઓ તેમને મેચ ફિક્સિંગ માટે એપ્રોચ કરતા હતા. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે 1987માં ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર જવા કહ્યું હતું, જ્યારે દાઉદે ભારતના ખેલાડીઓને ગાડી આપવાની ઓફર કરી હતી.

મેચ ફિક્સિંગના આરોપોને લીધે UAEમાં 10 વર્ષથી વધુ સમય માટે કોઈપણ ઇન્ટરનેશનલ મેચનું આયોજન નહોતું થયું.
મેચ ફિક્સિંગના આરોપોને લીધે UAEમાં 10 વર્ષથી વધુ સમય માટે કોઈપણ ઇન્ટરનેશનલ મેચનું આયોજન નહોતું થયું.

2005માં ICC હેડ-ક્વાર્ટર બન્યું

ICCનું હેડ- ક્વાર્ટર લંડનમાં હતું. પરંતુ ટેક્સનો વિવાદ અને ક્રિકેટના હબ એશિયાથી નજીક રહેવા ICCએ તેને 2005માં દુબઇમાં શિફ્ટ કર્યું. તે પછીના વર્ષે એટલે કે 2006માં ભારત-પાકિસ્તાન ચેરિટી સીરિઝનું આયોજન થયું હતું. અને શારજાહ પછી UAEમાં ક્રિકેટ માટે અબુ ધાબી અને દુબઇમાં પણ ડેવલપમેન્ટ વધ્યું.

પાકિસ્તાનનું હોમ વેન્યુ, અનેક T-20 ટૂર્નામેન્ટ હોસ્ટ કરે છે

2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આંતકવાદી હુમલા પછી કોઇપણ ટીમ પાકિસ્તાન જવા તૈયાર નહોતી. આવામાં પાકિસ્તાને UAEને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું. તેણે 2014માં IPLના પહેલા ભાગની યજમાની કરવા ઉપરાંત માસ્ટર્સ ચેમ્પિયન લીગ અને T-10 લીગ પણ હોસ્ટ કરી છે. UAE બોર્ડની છાપ એટલી સારી છે કે, કોરોના વાઈરસને કારણે ભારતમાં ટૂર્નામેન્ટનું આયોજન સંભવ નહોતું ત્યારે ઇન્ડિયન બોર્ડે પહેલા અને છેલ્લા વિકલ્પ તરીકે UAEનું નામ જ વિચારીને રાખ્યું હતું.

2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આંતકવાદી હુમલા પછી કોઇપણ ટીમ પાકિસ્તાન જવા તૈયાર નહોતી. આવામાં પાકિસ્તાને UAEને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું.
2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આંતકવાદી હુમલા પછી કોઇપણ ટીમ પાકિસ્તાન જવા તૈયાર નહોતી. આવામાં પાકિસ્તાને UAEને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું.

વનડે સ્ટેટસ મળ્યું, પણ ફૂલ ટાઈમ મેમ્બર નથી

UAEને એપ્રિલ 2019માં વર્લ્ડ ક્રિકેટ ડિવિઝન લીગ 2માં ટોપ 4 ટીમોમાં આવા બદલ વનડે સ્ટેટસ મળ્યું હતું પરંતુ હજી પણ તે ICCનું ફૂલટાઈમ મેમ્બર બન્યું નથી. UAE ક્રિકેટ ટીમના 95% પ્લેયર્સ એશિયન છે અને લોકલ લેવલે ત્યાંનું બોર્ડ અને ગવર્મેન્ટ હજી પણ ક્રિકેટ માટેનો ક્રેઝ ઉભું કરી શક્યું નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો