ભાસ્કર રિસર્ચ:14 વર્ષમાં 14 આઈપીએલ ફાઈનલનો ટ્રેન્ડ; 1.32 લાખ દર્શકો સાથે પહેલીવાર IPL ફાઇનલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાશે - Divya Bhaskar
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાશે
  • અમદાવાદમાં રાત્રે 8 વાગ્યાથી ગુજરાત-રાજસ્થાનનો મહા મુકાબલો, અમદાવાદ દુનિયાને ક્રિકેટની તાકાત બતાવશે

ક્રિકેટના મનોરંજનના મહા ડોઝ માટે તૈયાર થઈ જાઓ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રાત્રે પહેલીવાર રેકોર્ડબ્રેક 1.32 લાખ ક્રિકેટ ચાહકો વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાશે.

બીજી તરફ, મેચ શરૂ થવાની 50 મિનિટ પહેલાં સમાપન સમારંભમાં અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એ.આર. રહેમાનની સાથે અનેક બોલિવૂડ હસ્તીઓ દર્શકોનું મનોરંજ કરશે. આઈપીએલમાં આશરે ચાર વર્ષ પછી આવો સમારંભ યોજાઈ રહ્યો છે. આ પહેલાં આઈપીએલ 2018માં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાયો હતો. એટલું જ નહીં, આ પ્રસંગે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લૉન્ચ થશે. આ પહેલો પ્રસંગ હશે, જ્યારે ટીવી પર ક્રિકેટ મેચ વખતે કોઈ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થવા જઈ રહ્યું હોય. આ દરમિયાન ક્રિકેટના સાત દસકાની સફર પણ રજૂ કરવામાં આવશે.

બૉલર, એકેય બૉલર પાંચ વિકેટ નથી લઈ શક્યો
- આઈપીએલ ફાઈનલની કોઈ ઈનિંગમાં 10 વિકેટ નથી પડી. ના કોઈ બૉલર પાંચ વિકેટ પણ લઈ શક્યો છે.
- ફાઈલનમાં ફક્ત ત્રણ વાર (2009, 2013,2014)માં બૉલરોએ ચાર વિકેટ લીધી.
- સૌથી વધુ વિકેટ લેનારા બૉલરોએ ફાઈનલમાં કુલ 41 વિકેટ લીધી. આમ, સરેરાશ ત્રણ વિકેટની જ રહી.

ટીમ, 200 કે તેનાથી વધુ રન કરવાનું લક્ષ્ય આપનારી ટીમ જીતી { 14 વર્ષમાં ત્રણ વાર (2011, 2015, 2016) પહેલી ઈનિંગમાં 200થી વધુ રન બન્યા, ત્રણ વાર એ જ ટીમ જીતી. { ફાઈનલમાં નવ વાર પહેલા બેટિંગ કરનારી ટીમ ચેમ્પિયન. { આઈપીએલ ફાઈનલોનો પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર 174, બીજીનો 161 રન રહ્યો છે.

બેટર, 27 અર્ધસદી અને બે સદી ફટકારાઈ, સર્વોચ્ચ 117 રન { ફાઈનલમાં બે જ સદી થઈ. 2018માં વૉટ્સને 117 ને 2014માં રિદ્ધિમાન સાહાએ 115 રન કર્યા હતા. { ફાઈનલ મેચમાં સૌથી વધુ રનમાં બેટર્સનો સરેરાશ સ્કોર 77. { 2012ની ચેન્નઈ-કોલકાતા મેચમાં સૌથી વધુ ચાર અર્ધસદી લાગી. કુલ 27 થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...