ભારતીય હોકી ટીમની સ્ટાર મિડફિલ્ડર હાર્દિક સિંહ હૈમસ્ટ્રિંગ ઇન્જરીના કારમે વેલ્સ સામેની મેચ રમી શકશે નહિં. વર્લ્ડ કપમાં તે રમી શકશે કે નહીં, તે પણ તેની રિકવરી પર નિર્ભર રહે છે. હાર્દિકે આ વર્લ્ડ કપમાં સ્પેન સામે ગોલ કર્યો હતો. તો બીજી મેચમાં ઇંગ્લેન્ડની સામે ઘણી તકો ઊભી કરી હતી. આ જ મેચમાં હાર્દિંક ઈજાગ્રસ્ત થયો હતો.
MRI સ્કેન કરાવાશે
ટીમ ઈન્ડિયાએ બહાર પાડેલી એડવાઇઝરી મુજબ હાર્દિક આજે MRI સ્કેન કરાવશે. રિપોર્ટના આધારે જ ટીમ મેનેજમેન્ટ નિર્ણય લેશે. અત્યારે તો તે વેલ્સ સામેની મેચમાંથી બહાર છે. ટીમે અત્યારસુધી હાર્દિકના રિપ્લેસમેન્ટની માગ કરી નથી.
સ્પેન સામેની મેચમાં બીજો ગોલ કર્યો હતો
બીજા ક્વાર્ટરમાં ફુલ ટાઇમની પહેલા 26મી મિનિટે હાર્દિક સિંહે શાનદાર ગોલ કરતાં ભારતને 2-0ની લીડ અપાવી હતી.
હાર્દિકનો આ બીજો વર્લ્ડ કપ
24 વર્ષના હાર્દિક સિંહનો આ બીજો વર્લ્ડ કપ છે. આની પહેલા તે 2018માં પણ ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. હાર્દિકના દાદા ઈન્ડિયન નેવીમાં હોકીના કોચ પણ રહી ચૂક્યા છે.
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો
હાર્દિક સિંહે 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ટીમનો સભ્ય પણ હતો. આ ઉપરાંત તેણે એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકવાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાર્દિક સિંહ 2021માં અર્જુન અવોર્ડથી સન્માનિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.