તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The T20 World Cup Starts On October 17, With The Final Match On November 14 In The UAE And Oman.

ભાસ્કર વિશેષ:17 ઓક્ટોબરથી શરૂ થશે ટી20 વર્લ્ડ કપ, 14 નવેમ્બરે ફાઇનલ મેચ, ટુર્નામેન્ટ UAE અને ઓમાનમાં રમાશે

દુબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા રાઉન્ડમાં 8 ટીમો બે ગ્રૂપમાં રમશે, BCCI જ આ ટુર્નામેન્ટનું આયોજન કરશે: ICC

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે સત્તાવાર જાહેરાત કરી છે કે ટી20 વર્લ્ડ કપ UAE અને ઓમાનમાં રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે અને 14 નવેમ્બરે ફાઈનલ મેચ યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ પહેલા જણાવ્યું હતું કે કોરોના મહામારીન કારણે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ ભારતમાં રમાઈ શકે તેમ નથી. તેમનું કહેવુ હતું કે દરેક ખેલાડીની સુરક્ષા જરૂરી છે, આગામી દિવસોમાં કોરોનાની શું સ્થિતિ સર્જાશે તે કહેવુ મુશ્કેલ છે. ICC એ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ જ આ ટૂર્નામેન્ટ હોસ્ટ કરશે. મેચ ચાર સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ કુલ ત્રણ સ્ટેડિયમમાં રમાશે. જેમાં શેખ ઝાએદ (અબુધાબી), દુબઈ ઈન્ટરનેશનલ, શારજાહ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.

ટી20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાં 8 ટીમો રમશે
ટી20 વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં કુલ 8 ટીમો બે ગ્રૂપમાં રમશે. એક ગ્રૂપની મેચ UAE અને બીજા ગ્રૂપની મેચ ઓમાનમાં રમાશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની આ ટીમો છે. બન્ને ગ્રૂપમાંથી બે બે ટીમ સુપર 12માં રમશે. સુપર-12 પણ બે ગ્રૂપમાં રમાશે. ત્યાર બાદ બન્ને ગ્રૂપમાંથી બે બે ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...