• Gujarati News
  • Sports
  • The Sri Lankan Cricket Board Also Introduced The Yo yo Test; The Player Covered 2 Km In 8.10 Minutes. Will Have To Run, His Salary Will Be Cut If He Is Not Fit

સિલેક્શન માટે ફિટનેસ જરૂરી:શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પણ લાવ્યું યો-યો ટેસ્ટ; ખેલાડીએ 8.10 મિનિટમાં 2 કિ.મી. દોડવાનું રહેશે, ફિટ નહીં હોય તેની સેલેરી કપાશે

કોલમ્બોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીલંકન ક્રિકેટ ટીમના નવા સલાહકાર કોચ જયવર્ધને એ ટીમમાં ફેરફાર માટેની યોજના બનાવી
  • ખેલાડીઓનો પ્રથમ ફિટનેસ ટેસ્ટ 7 જાન્યુઆરીએ થશે

ક્રિકેટમાં હવે ઘણા ફેરફારો આવી રહ્યાં છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ઉપરાંત ફિટનેસ પર પણ ટીમો ઘણું ધ્યાન આપી રહી છે. આ વાતને જ ધ્યાને રાખતા શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પણ મોટો નિર્ણય લીધો છે. સિલેક્ટર્સે ખેલાડીઓને ચેતવણી આપતા કહ્યું છે કે- ફિટ રહો અથવા ટીમની બહાર થવા તૈયાર રહો.

સિલેક્ટર્સ અને બોર્ડે ખેલાડીઓને જણાવ્યું કે, તમામ કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓએ ફિટનેસ સ્ટાન્ડર્ડમાં સુધાર લાવવાની જરૂર છે, આમ ન કરવા પર તેમની સેલેરી કપાશે. ખેલાડીઓ માટે શ્રીલંકન બોર્ડ યો-યો ટેસ્ટ જેવી ફિટનેસ ટેસ્ટ શરૂ કરવાનું છે. બોર્ડ જાન્યુઆરી 2022થી નવા ફિટનેસ બેન્ચમાર્ક લાગુ કરશે. નવી ગાઈડલાઈન અનુસાર ખેલાડીએ 8 મિનિટ 10 સેકન્ડમાં 2 કિ.મી. દોડવાનું રહેશે. નેશનલ ક્રિકેટર્સ માટે સ્કિન-ફોલ્ડ ટેસ્ટના ટાર્ગેટમાં પણ ફેરફાર કરવામા આવી રહ્યાં છે.

સિલેક્શન કમિટીના અધ્યક્ષ પ્રમોદ વિક્રમસિંઘેએ કહ્યું કે,‘અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ ફિટનેસ પર મહેનત કરે. હવે અમે ફિટનેસમાં બેદરકારી નહીં ચલાવી લઈએ.’ શ્રીલંકન બોર્ડે હાલમાં જ મહેલા જયવર્ધનેને પુરુષ ટીમ, અંડર-19 ટીમ, શ્રીલંકન-એ ટીમ માટે સલાહકાર બનાવ્યો છે. આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કોચ રહેલ મહેલા જયવર્ધને હવે પોતાના દેશની ટીમમાં પરિવર્તન લાવવા પ્રયાસ કરી રહ્યાં છે.

નવી ગાઈડલાઈન્સઃ ખેલાડીઓનો મહિનામાં ગમે ત્યારે રેન્ડમ ટેસ્ટ લેવાશે

  • સિલેક્ટર્સ ઈચ્છે છે કે ખેલાડીઓ 2 કિ.મી. 8 મિનિટ 10 સેકન્ડમાં દોડવાના બેન્ચમાર્કને પૂર્ણ કરે. આ ટીમ સિલેક્શન માટેનું મુખ્ય માપદંડ રહેશે.
  • જો ખેલાડી 8 મિનિટ 35 સેકન્ડથી 8 મિનિટ 55 સેકન્ડ સુધીમાં 2 કિ.મી. દોડવાનું પૂર્ણ કરે તો તે ટીમ માટે સિલેક્ટ તો થશે પરંતુ તેની સેલેરી કપાતી રહેશે. સેલેરીમાં કાપ ખેલાડી લક્ષ્યાંક સુધી ન પહોંચે ત્યાંસુધી ચાલુ રહેશે.
  • 8 મિનિટ 55 સેકન્ડથી વધુ સમય લેનાર ખેલાડીની ટીમમાં પસંદગી થશે નહીં.
  • વર્ષમાં 4 ટેસ્ટ થશે. પ્રથમ ટેસ્ટ 7 જાન્યુઆરી 2022ના થશે. જેમાં તમામ કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓને સામેલ થવા કહેવામા આવ્યું છે. આ ઉપરાંત મહિનામાં ગમે ત્યારે રેન્ડમ ટેસ્ટ લેવાય શકે છે.
  • સ્કિન ફોલ્ડ ટેસ્ટના લેવલને 85 ટકાથી ઘટાડી 70 કરાયો છે. સ્કિન ફોલ્ડ ટેસ્ટ વ્યક્તિની શારીરિક સંરચના અને બોડી ફેટ માપવાની પદ્ધતિ છે.

શ્રીલંકા ફેબ્રુઆરી અને માર્ચમાં 10 મેચ રમશે, તમામ વિદેશમાં યોજાશે
શ્રીલંકન ટીમ આગામી 3 મહિનામાં ઓસ્ટ્રેલિયા અને ભારતના પડકારનો સામનો કરશે. શ્રીલંકા ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જ્યાં તે 5 ટી-20 મેચ રમશે. જે પછી શ્રીલંકા માર્ચમાં ભારત આવશે. માર્ચમાં આ પ્રવાસે બંને ટીમો 2 ટેસ્ટ અને 3 ટી-20 રમશે. શ્રીલંકા ટેસ્ટ રેન્કિંગમાં સાતમા, વન-ડેમાં નવમા અને ટી-20માં આઠમા ક્રમે છે.

ટીમની જીતની ટકાવારી માત્ર 34
શ્રીલંકાનું આ વર્ષે પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. તેણે 2021માં ત્રણેય ફોર્મેટમાં કુલ 44 મેચ રમી, જેમાં માત્ર 15 જીતી. ટીમની જીતની ટકાવારી માત્ર 34 રહી.

ફોર્મેટમેચજીતહારડ્રો/નો-રિઝલ્ટ
ટેસ્ટ9333
વન-ડે154101
ટી-20208120

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...