તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:સ્પેનનો સ્ટ્રાઇકર ફોર્મથી ઝઝૂમી રહ્યો છે, છતાં સૌથી વધુ ગોલ

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેમ્બલેમાં 25 વર્ષ બાદ ઇંગ્લેન્ડ ફરી સેમિ ફાઇનલમાં પડકાર ફેકશે

યુરો 2020 પોતાના અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. 11 જુનથી 24 ટીમોથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં હવે માત્ર 4 ટીમો બચી છે. પહેલી સેમી ફાઇનલમાં ઇટલીનો સામનો સ્પેન સામે થશે. તો 25 વર્ષ બાદ સેમી ફાઇનલમાં પહોંચેલ ઇંગ્લેન્ડનો સામનો ડેનમાર્ક સામે થશે. બંને મેચ લંડનના વેમ્બલે સ્ટેડિયમમાં રમાશે. આ ચાર ટીમોમાં માત્ર ઇંગ્લેન્ડ પાસે યુરોની ટ્રોફી નથી. સ્પેન 1964, 2008 અને 2012 માં વિજેતા બની હતી. ઇટલી 1968 અને ડેનમાર્ક 1992માં વિજેતા બની હતી. તો ઇંગ્લિશ ટીમ સેમી ફાઇનલથી આગળ જઇ શકી નથી. ટીમને 1996માં વેન્બલે સ્ટેડિયમમાં જ રમાયેલ સેમી ફાઇનલમાં જર્મની સામે પેનલ્ટીમાં હાર મળી હતી.

ઇટલી વિ. સ્પેન
યુરો 2012ની ફાઇનલમાં સ્પેને ઇટલીને 4-0થી હરાવ્યું હતું. બંને વચ્ચે 33 મેચ રમાઇ છે. જેમાં ઇટલીએ 9 અને સ્પેને 12માં જીત મેળવી છે. 9 મેચ ડ્રો રહી છે. આ સદીમાં થયેલ 13 મેચમાં ઇટલીએ માત્ર 2 જીત મેળવી છે. પણ હાલ ફોર્મ તેની સાથે છે. ઇટલી 32 મેચથી અજેય છે. ગત 13 મેચમાં જીત્યું છે. તો સ્પેનના સ્ટ્રાઇકર ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તેમ છતાં તેના સૌથી વધુ ગોલ છે.તેને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં એક્સ્ટ્રા ટાઇમ, ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટીમાં જીત મળી હતી.

ડેનમાર્ક વિ. ઇંગ્લેન્ડ
​​​​​​​
ટાઇટલ માટે પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડ હજુ સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ ગોલ ખાધો નથી. બીજી તરફ ડેનમાર્ક પહેલી મેચમાં હાર્યા બાદ પણ સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. તેનાથી પહેલા કોઇ ટીમ એવું નહીં કરી શકે. બંને વચ્ચે થયેલ 21 મેચમાં ઇંગ્લેન્ડને 12 અને ડેનમાર્કે 4 જીત મેળવી. પણ મેજર ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ 2002 બાદથી ડેનમાર્કતી નથી જીત્યું. ઇંગ્લેન્ડ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેને જો જીત મળે છે તો તે પહેલીવાર ફાઇનલમાં પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...