• Home
  • Sports
  • The skill of a player with lighter skin and the strength of a player with dark skin are discussed in the commentary

કોમેન્ટ્રી પર રિસર્ચ / લાઈટર સ્કિનવાળા ખેલાડીની સ્કિલ અને ડાર્ક સ્કિન ધરાવતા ખેલાડીની તાકાત પર ચર્ચા થાય છે

The skill of a player with lighter skin and the strength of a player with dark skin are discussed in the commentary
X
The skill of a player with lighter skin and the strength of a player with dark skin are discussed in the commentary

  • પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિયેશને ટોપ-4 યુરોપિયન લીગની કોમેન્ટ્રી પર રિસર્ચ કર્યું
  • 80 મેચનું એનાલિસિસ કરાયું, 634 ખેલાડી રિસર્ચમાં સામેલ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:00 AM IST

લંડન. અમેરિકાની પોલિસ દ્વારા જ્યોર્જ ફ્લોઈડની હત્યા પછી અશ્વેત સાથે ભેદભાવનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે. તેની અસર રમત-ગમતના ક્ષેત્રમાં પણ જોવા મળી રહી છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, ફૂટબોલ મેચ દરમિયાન કોમેન્ટ્રેટર પણ ખેલાડી સાથે રંગના આધારે ભેદભાવ કરે છે.

પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિયેશને ડેનિશ ફર્મ રન રિપીટ સાથે મળીને એક રિસર્ચ કર્યું છે. જેમાં સ્પેનિશ લીગ ‘લા લિગા’, ઈંગ્લિશ લીગ ‘પ્રીમિયર લીગ’, ઈટાલિયન લીગ ‘સીરી એ’ અને ફ્રેન્ચ લીગ ‘લીગ-1’ની 2019-20 સીઝનની 80 મેચનો એનાલિસિસ કરાયો છે. જેમાં જોવા મળ્યું કે, કોમેન્ટ્રેટર લાઈટર સ્કિનવાળા ખેલાડીના ઈન્ટેલિજન્સ અને વર્ક એથિક્સ અંગે વધુ વાતો કરે છે. જ્યારે ડાર્ક સ્કિનવાળા ખેલાડીઓની ક્ષમતા, તાકાત અને પાવર અંગે ચર્ચા કરવામાં આવે છે. 

2074 નિવેદનોની સમીક્ષા કરાઈ 
યુરોપની ટોપ-4 લીગના 634 ખેલાડીઓ પર રિસર્ચ કરાયું છે. જેમાં કોમેન્ટ્રેટરના 2,074 નિવેદનોની સમીક્ષા કરાઈ છે. ખેલાડીઓને સ્કિનના આધારે 1થી 20નો સ્કોર અપાયો પછી લાઈટર સ્કિનટોનવાળા ખેલાડી કે ડાર્ક સ્કિનટોનવાળા ખેલાડી તરીકે નામાંકિત કરાયા. ખેલાડીના ફૂટબોલ મેનેજરના 2020 વીડિયો ગેમના ડેટાબેઝનો ઉપયોગ કરીને સ્કિન ટોન અનુસાર કોડ અપાયો. રિસર્ચમાં એ જોવા મળ્યું કે, ડાર્ક ટોનવાળા ખેલાડીઓની તાકાત પર કોમેન્ટની સંભાવના 6.59 ગણી વધુ રહે છે. તેમની સ્પીડ પર 3.38 ગણી કોમેન્ટ કરાય છે.

ઈંગ્લિશ ફૂટબોલમાં મેનેજરની સંખ્યા વધારાશે 
પ્રીમિયર લીગ, ઈએફએલ અને પીએફએ ઈંગ્લેન્ડમાં બ્લેક, એશિયન અને માઈનોરિટી લોગોના મેનેજરની સંખ્યા વધારવા પર કામ કરી રહ્યા છે.  અત્યારે 91 ક્લબમાં માત્ર 6 આવા મેનેજર છે. આગામી સીઝનમાં 6 કોચ ઈએફએલ ક્લબ સાથે 23 મહિના માટે રાખવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી