તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The Selection Of 25 Players For The Senior Women's National Camp, The Camp Will Start From Monday

હોકી:સીનિયર મહિલા રાષ્ટ્રીય કેમ્પ માટે 25 ખેલાડીઓની પસંદગી, સોમવારથી શરૂ થશે કેમ્પ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો

હોકી ઈન્ડિયાએ રવિવારે સીનિયર મહિલા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે 25 ખેલાડીઓની પસંદગી કરી છે. આ ખેલાડીઓમાં ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાન પર રહેલી રાષ્ટ્રીય ટીમની ખેલાડીઓ પણ સામેલ છે. તમને જણાવી દઇએ કે આ કેમ્પ સોમવારથી શરૂ થશે.

આ 25 સંભવિત ખેલાડીઓમાં ગગનદીપ કોર, મારિયાના કુઝુર, સુમન દેવી થૌડામ અને મહિમા ચૌધરી સામેલ છે, જેમને જૂનિયરથી સીનિયર કોર ગ્રુપમાં સામેલ કરાયા છે. વળી અનુભવી ખેલાડી લિલિમા મિંઝ, રશ્મિતા મિંઝ, જ્યોતિ રાજવિંદર કોર અને મનપ્રીત કોરને પણ કેમ્પમાં બોલાવ્યા છે. બીજી બાજુ સલીમા ટેટે, લાલરેમસિયામી અને શર્મિલા ટોક્યો ઓલિમ્પિક ટીમનો ભાગ હતી, તે બંગલૂરૂની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)માં તેજ પરિસરમાં ચાલી રહેલ જૂનિયર ઈન્ડિયન મહિલા ટીમના નેશનલ કોચિંગ કેમ્પ સાથે જોડાઈ હતી.

હોકી ઈન્ડિયાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોર ગ્રુપ 12 સપ્ટેમ્બર રવિવારે રાષ્ટ્રીય કેમ્પમાં જાણ કરશે, જેમાં ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય દળની 16 ખેલાડી પણ સામેલ છે અને તે 20 ઓક્ટોબર 2021એ સમાપ્ત થશે.

કોર સંભવિત ગ્રુપ
સવિતા, રજની ઈતિમારપૂ, દીપ ગ્રેસ એક્કા, રીના ખોખર, મનપ્રીત કોર, ગુરજીત કોર, નિશા, નિક્કી પ્રધાન, મોનિકા, નેહા, લિલિમા મિંઝ, સુશીલા ચાનૂ પુખરામ્બામ, નમિતા ટોપ્પો, રાની, વંદના કટારિયા, નવજોત કોર, નવનીત કોર, રાજવિંદર કોર, ઉદિતા, રશ્મિતા મિંઝ, જ્યોતિ, ગગનદીપ કોર, મારિયાના કુઝુર, સુમન દેવી થૌડામ અને મહિમા ચૌધરી

અન્ય સમાચારો પણ છે...