જર્મનીના ફુટબોલ ટૂર્નામેન્ટ બુંદેસલિંગાના ઈતિહાસમાં પહેલીવાર રોજા ખોલવા માટે મેચમાં ખાસ બ્રેક આપવામાં આવ્યો છે. FSV માઈંઝ 05 અને ઓગ્સબર્ગ વચ્ચે રમાયેલી મેચમાં રેફરીએ ખેલાડીને રોજા ખોલવાની તક આપી હતી. આ મેચની 65મી મિનિટમાં રેફરી મેથિસ જોલેનબેકે મેચ રોકી દીધી હતી. માઈંજના ડિફેન્ડર મૂસા નિઆખાતે આ દરમિયાન ડ્રિંક્સ લીધું હતું.
નિઆખાતે અલગ-અલગ બોટલથી પાણી પીધું
એપ્રિલ મહિનામાં શરૂ થયેલા રમજાન દરમિયાન રોજા રાખનારા શ્રદ્ધાળુઓ દિવસભર કંઈપણ ખાતા નથી. તેઓ સાંજે ઈફ્તારના સમયે રોજા ખોલે છે. આ દરમિયાન ચાલુ મેચમાં સવારથી કંઈ ખાધુ ન હોય તેવા મૂસા નિઆખાતેએ 2 અલગ-અલગ બોટલથી પાણી પીધું અને રેફરનો આભાર વ્યક્ત પણ કર્યો હતો. ત્યારપછી માઈંજ 05 અને ઓગ્સબર્ગ પછી આરબી લિપજિગ અને હોફ્ફેનહાઈમની મેચ દરમિયાન પણ આવું જ થયું હતું. મેચ રેફરી બેસ્ટિયન ડેનકર્ટે લિપજિગના મોહમ્મદ સિમાકનને રોજા ખોલવા માટે મેચ રોકી હતી.
પ્રીમિયર લીગમાં લીસેસ્ટર સિટી અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચે છેલ્લી સીઝનની મેચમાં પણ રેફરી ગ્રાહમ સ્કોટે રોકી હતી. ત્યારે લીસેસ્ટર સિટીના વેસ્લે ફોફાના અને ક્રિસ્ટલ પેલેસના ચેખૌ કૌયતેને ઉપવાસ તોડવાની અનુમતિ આપવામાં આવી હતી.
ઓગ્સબર્ગ 29 મેચમાં 32 પોઈન્ટ સાથે 32 નંબર પર
માઈંજ 05 અને ઓગ્સબર્ગ વચ્ચે રમાયેલી મેચમાં ઓગ્સબર્ગમી ટીમે 2-1થી જીત મેળવી હતી. વળી આરબી લિપજિગ અને હોફ્ફેનહાઈમના મેચમાં લિપજિગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મેચ પણ 3-0થી પોતાને નામ કરી લીધી હતી. બુંદેસલિંગાએ પોઈન્ટ ટેબલમાં લિપજિગની ટીમ 29 મેચમાં 51 પોઈન્ટ સાથે ચોથા ક્રમાંક પર છે. વળી હોફ્ફેનહાઈમે 29 મેચમાં 44 પોઈન્ટ સાથે છઠ્ઠો ક્રમાંક જાળવી રાખ્યો છે. માઈંજ 05ની ટીમ 29 મેચમાં 38 પોઈન્ટ સાથે 10મી અને ઓગ્સબર્ગ 29 મેચમાં 32 પોઈન્ટ સાથે 32 નંબર પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.