• Gujarati News
  • Sports
  • The Ranji Trophy Was Postponed Following The Third Wave In The Country, BCCI President Said

સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ:દેશમાં ત્રીજી વેવને પગલે રણજી ટ્રોફી પોસ્ટપોન થઈ, BCCI અધ્યક્ષે આપી માહિતી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રણજી ટ્રોફીની સાથે સાથે સી.કે.નાયડૂ ટ્રોફીને પણ પોસ્ટપોન કરવામાં આવી છે. તો વીમેન્સ ટી-20 લીગની પણ નવી તારીખ જાહેર કરવામાં આવશે. - Divya Bhaskar
રણજી ટ્રોફીની સાથે સાથે સી.કે.નાયડૂ ટ્રોફીને પણ પોસ્ટપોન કરવામાં આવી છે. તો વીમેન્સ ટી-20 લીગની પણ નવી તારીખ જાહેર કરવામાં આવશે.
  • રણજી ટ્રોફીની 13 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. જેની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાવવાની હતી.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે કોરોના વાયરસના વધતા ખતરાને જોતા રણજી ટ્રોફી રીશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરીથી શરૂ થવાની હતી પરંતુ હવે તેને પોસ્ટપોન કરવામાં આવી છે. જો કે આ પહેલાં સમચાર હતા કે આ ટૂર્નામેન્ટ તેના નિર્ધારિત સમય મુજબ જ થશે. પરંતુ હવે કોવિડ-19નો ખતરો જોતા આ ટૂર્નામેન્ટને મોકૂફ રાખવામાં આવી છે. સૌરવ ગાંગુલીએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જણાવ્યું કે રણજી ટ્રોફી 2022ને રીશેડ્યૂલ કરવામાં આવશે.

રણજી ટ્રોફીની સાથે સાથે સી.કે.નાયડૂ ટ્રોફીને પણ પોસ્ટપોન કરવામાં આવી છે. તો વીમેન્સ ટી-20 લીગની પણ નવી તારીખ જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં BCCIના સેક્રેટરી જય શાહે કહ્યું કે, 'BCCI ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. અમે ત્રણેય ટૂર્નામેન્ટ્સને પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય સ્થિતિ થયા બાદ ટૂર્નામેન્ટને ફરીથી શરૂ કરવાને લઈને વિચાર કરવામાં આવશે.'

પહેલી મેચ મુંબઈમાં થવાની હતી દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે કોઈ પણ ટૂર્નામેન્ટ શરૂ કરવી ખતરનાક બની શકે છે. BCCIએ રણજી ટ્રોફીની તારીખ ચેન્જ કરી છે. આ ટૂર્નામેન્ટ પહેલાં 13 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. જેની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાવવાની હતી. જો કે હવે આ શક્ય નથી. રણજી ટ્રોફીની નવી તારીખને લઈને હજુ સુધી કોઈ જ સત્તાવાર તારીખ જાહેર કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...