ભારતીય શૂટિંગ ખેલાડીઓને હવે ઓલિમ્પિકમાં કોટા મેળવવા માટે થોડી મુશ્કેલી પડી શકે છે. અત્યાર સુધી ખેલાડીઓને વર્લ્ડ કપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપથી કોટા મળતો હતો. પણ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપથી જ ઓલિમ્પિક માટે કોટા મળશે. વર્લ્ડ કપમાં મળનાર કોટાને શૂન્ય કરી દેવાયો છે.
આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઈએસએસએફ) જલદી આ નિયમને બદલાવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેડરેશન, પોતાની નીતિમાં જલદી બદલાવ કરવા જઇ રહ્યું છે. હવે શૂટિંગ ખેલાડીઓને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપથી કોટા મળશે. વર્લ્ડ કપમાં મળનાર કોટાને વર્લ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં ભેળવી દેવામાં આવશે.
2024માં પેરિસ ઓલિમ્પિક થવાનો છે. આ પહેલા 2022 માં બે અને 2023માં એક વર્લ્ડ ચેમ્પિયનશિપ થવાની છે. તેમાં ભારતીય ખેલાડીઓ ભાગ લઇને પેરિસ ઓલિમ્પિક માટે કોટા મેળવી શકશે. જોકે આ બદલાવથી ભારતીય ખેલાડીને થોડી મુશ્કેલી પડી શકે છે. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના મોટા ભાગના ખેલાડીઓને વર્લ્ડ કપથી કોટા મળ્યો હતો.
જ્યારે માત્ર ત્રણ ખેલાડીઓને એશિયન ચેમ્પિયનશિપથી કોટા મળ્યો હતો. ઓલિમ્પિક શૂટિંગમાં ભારતની સૌથી મોટી ટીમ ઉતરી હતી. પણ માત્ર એક જ ખેલાડી ફાઇનલમાં ક્વોલિફાઈ કરી શક્યો હતો. ભારત ગત 2 ઓલિમ્પિકથી શૂટિંગમાં કોઈ મેડલ જીતી શક્યું નથી. 2012 લંડન ઓલિમ્પિકમાં 1 સિલ્વર અને 1 કાંસ્ય મેડલ જીત્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.