તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The Portuguese Captain Was Furious At The Press Conference, Angrily Picked Up A Bottle Of Cold Drink And Put It Down, Shouted Keep Drinking

કોલ્ડ ડ્રિંક જોઈને નારાજ થયો રોનાલ્ડો:પોર્ટુગલના કેપ્ટન પ્રેસ-કોન્ફરન્સમાં રોષે ભરાયો, ગુસ્સામાં કોલ્ડ ડ્રિંકની બોટલો ઉઠાવીને નીચે રાખી દીધી, બૂમ પાડીને બોલ્યો- પાણી પીવાની આદત રાખો

બુડાપેસ્ટ3 મહિનો પહેલા
પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલો હટાવતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.

યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. તેણે આ વાતને લઈને નારાજગી વ્યક્ત કરી. રોનાલ્ડોએ ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું- કોલ્ડ ડ્રિંક્સ નહીં, આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. 36 વર્ષનો રોનાલ્ડો ફિટ રહેવા માટે કોઈપણ પ્રકારનાં કોલ્ડ ડ્રિંક અને એરેટેડ ડ્રિંકથી દૂર રહે છે.

કોકા કોલા UEFA યુરો કપનો ઓફિશિયલ સ્પોન્સર
કોકા કોલા 11 દેશમાં રમાઈ રહેલા UEFA યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ-કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. હંગેરી વિરુદ્ધ મેચની પહેલાં રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાંતોસે પ્રેસ-કોન્ફરન્સ માટે પહોંચ્યો, તો કોકા કોલાની 2 બોટલ ત્યાં ટેબલ પર જ પડી હતી. રોનાલ્ડો જે પોતાની અનુશાસિત ડાયટ માટે જાણીતો છે તે કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને ગુસ્સામાં આવીને તરત જ ત્યાંથી બોટલ હટાવી દીધી હતી.

પોતાના ડાયટને લઈને જાગરૂક છે રોનાલ્ડો
રોનાલ્ડો આટલેથી જ ન અટક્યો, તેણે મીડિયાને પાણીની બોટલ દેખાડતાં કહ્યું- પાણી પીવો. રોનાલ્ડો પોતાના ડાયટને લઈને ઘણો જ જાગરૂક છે. તેનું ડાયટ પણ ઘણું જ સ્પેશિયલ છે. તે ફિટ રહેવા માટે એકપણ પ્રકારના એરેટેડ ડ્રિંક નથી પીતો. તેને પોતે આ વાતનો ઉલ્લેખ ઘણી વખત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઘણા એથ્લીટ્સ ફિટનેસને લઈને રોનાલ્ડોને ફોલો કરે છે.

દિવસમાં 6 વખત ખાવાનું ખાય છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ગત વર્ષે ESPNએ જ રોનાલ્ડોના ડાઈટને લઈને રિપોર્ટ આપ્યો હતો. જે મુજબ રોનાલ્ડ દિવસમાં 6 વખત ખાવાનું ખાય છે અને 5 વખત 90-90 મિનિટની ઊંઘ પણ લઈ લે છે. તે નાસ્તામાં મીટ અને ચીઝની સાથે સાથે દહીં ખાય છે. દિવસમાં ભૂખ લાગે તો એવોકાડો ટોસ્ટની સાથે સ્નેક્સ પણ લે છે. તેઓ એનર્જી વધુ ગેન કરવા માટે 2 વખત લંચ અને 2 વખત ડિનર લે છે. આજ કારણ છે કે તેઓ 36 વર્ષની ઉંમરમાં પણ કોઈ ફૂટબોલરથી વધુ ફિટ જોવા મળે છે અને ગોલ કરે છે.

પોર્ટુગલને ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે
પોર્ટુગલની ટીમને આ વર્ષે ગ્રુપ-F એટલે કે ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે. પોર્ટુગલની સાથે ગ્રુપમાં જર્મની, ફ્રાંસ અને હંગેરી છે. ફ્રાંસ ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન છે. તો જર્મની 3 વખત યુરો ચેમ્પિયન બન્યું છે. 2016ના યુરો કપના ફાઈનલમાં પોર્ટુગલે ફ્રાંસને હરાવ્યું હતું અને આ ટીમ પહેલી વખત યુરોપની ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે...