• Gujarati News
  • Sports
  • The Player Fell From The Punch, The Father Spoke There Was No Ambulance, No Medical Facility; Organizers Absconding

બેંગ્લારમાં ફાઈટ પછી કિક બોક્સરનું મોત:ખેલાડી પંચથી પડી ગયો હતો, પિતા બોલ્યા- ના એમ્બ્યુલન્સ હતી, ના મેડિકલ સુવિધા; આયોજકો ફરાર

3 મહિનો પહેલા
  • કોચે સોશિયલ મીડિયા દ્વારા ઇમોશનલ પોસ્ટ કરી

બેંગ્લોરમાં ચાલી રહેલા સ્ટેટ લેવેલ કિક બોક્સિંગ ટૂર્નામેંટ દરમિયાન એક ખેલાડીનું મૃત્યુ થયું છે. 9-10 જુલાઈનાં રોજ થયેલા આ ટૂર્નામેંટમાં કિક બોક્સર નિખિલ સુરેશના ઈજા પહોંચી હતી. તેને સ્થાનિક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારનાં રોજ તેણે દમ તોડ્યો હતો.

નિખિલ (23) નાં પિતા અને કોચે ટૂર્નામેંટનાં આયોજકો સામે બેદરકારીનો આરોપ લગોવ્યો છે. તેમનું કહેવુ છે કે ટૂર્નામેંટમાં એમ્બ્યૂલન્સની અને એક્સપર્ટ મેડિકલ સુવિધા નહોતી, જે માર્શલ આર્ટ ટૂર્નામેંટમાં ખુબ જ જરૂરી છે. જો સમય પર સારવાર મળી હોત તો નિખિલને બચાવી શકાયો હોત.

આ ઘટના પછી ટૂર્નામેંટનાં આયોજકો ફરાર છે. નેશનલ કિક બોક્સિંગ એસોસિએેશને ખુલાસો કર્યો છે કે આ ટૂર્નામેંટનાં આયોજકો સાથે તેઓને કોઈ જ સંબંધ નથી.

ઘણી નેશનલ ટૂર્નામેંટ રમી ચૂક્યો છે નિખિલ
ઘણી નેશનલ ટૂર્નામેંટ રમી ચૂક્યો છે નિખિલ

ઉભરતો સિતારો હતો નિખિલ
નિખિલ ભારતીય કૉમ્બેટ સ્પોર્ટ્સમાં જાણીતું નામ છે. હાલમાં જ તેણે બેંગ્લોર ખાતે આયોજીત છઠ્ઠી ઓપન એમએમએ ચેંપિયનશિપમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે નીમચ ખાતે યોજોયેલા 5માં એમએમએ ઈન્ડિયા નેશનલમાં પણ ભાગ લીધો હતો.

કોચે સોશિયલ મીડિયા દ્વારા ઇમોશનલ પોસ્ટ કરી
નિખિલનાં કોચ નાગરાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે 'હું એવી ખબર દેવા જઈ રહ્યો છું, જેનો મને ડર હતો. મારો નિખિલ આજે ખતમ થઈ ગયો. તેણે હંમેશને માટે આજથી પોતાનાં બન્ને ગ્લોવ્ઝ કાઢી નાખ્યા છે. તેની સુંદર આત્મા મેડિકલ ટ્રીટમેંટનાં દર કલાકે સંઘર્ષ બાદ આપણને છોડીને જતી રહી છે. તે આપણી યાદોમાં જીવતો રહેશે. હું મારી લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. આજે મેં મારો દિકરો ગુમાવ્યો છે. ઈશ્વરને પ્રાર્થના કે આપણને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું મારી તરફથી સંવેદના વ્યક્ત કરુ છું

નિખિલનાં પિતા કરાટે માસ્ટર
નિખિલનાં પિતા કરાટે માસ્ટર છે. નિખિલનાં પિતાએ FIR કરી છે. નિખિલને મૈસૂરનાં વિક્રમમાં કિક બોક્સિંગની ટ્રેનિંગ લીધી હતી.