• Gujarati News
  • Sports
  • The Pink Test Has Been Held For 13 Years To Raise Awareness About Breast Cancer

એશિઝ સીરિઝ-2021-22:બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃકતાના હેતુથી પિન્ક ટેસ્ટ 13 વર્ષથી યોજાઈ રહી છે

સિડની17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજથી પિન્ક ટેસ્ટ, ઈંગ્લેન્ડ વિરુદ્ધની 5 મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 3-0થી આગળ છે

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ બુધવારથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી)માં રમાશે. યજમાન ટીમ પાંચ ટેસ્ટની સીરિઝમાં 3-0થી આગળ છે. આ મેચમાં સિડની ગુલાબી રંગમાં છવાયેલું જોવા મળશે. ખેલાડીઓ પિન્ક કેપમાં જોવા મળશે, તેમનો જર્સી નંબર પિન્ક રંગમાં રહેશે, અમ્પાયર પિન્ક બ્લેઝરમાં જોવા મળશે. સ્ટમ્પ્સ અને બાઉન્ડ્રી રોપ પણ ગુલાબી રંગની રહેશે. સ્ટેન્ડ્સમાં રહેલા ફેન્સ પણ ગુલાબી કપડાઓમાં રહેશે,

આ જ કારણે ટેસ્ટને પિન્ક ટેસ્ટ તરીકે ઓળખવામા આવે છે. વાસ્તવમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃકતા ફેલાવવાના હેતુસર આ મેચનું આયોજન કરવામા આવે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ટીમના પૂર્વ ઝડપી બોલર ગ્લેન મેક્ગ્રા ફાઉન્ડેશન મળીને તેનું આયોજન કરે છે. મેચમાંથી થતી કમાણીની રકમ મેક્ગ્રાના ફાઉન્ડેશનને આપવામા આવે છે.

2009માં પ્રથમવાર પિન્ક ટેસ્ટ યોજાઈ હતી
એસસીજીએ 2009માં પ્રથમવાર પિન્ક ટેસ્ટની યજમાની કરી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા વચ્ચે આ મેચ રમાઈ હતી. ગ્લેન મેક્ગ્રાની પત્ની જેનને બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થયા બાદ બંનેએ 2005માં એક ફાઉન્ડેશનની સ્થાપ્ના કરી હતી. જેનનું 2008માં બ્રેસ્ટ કેન્સરના કારણે નિધન થયું હતું. આ મેચનું આયોજન બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃક્તા ફેલાવવા માટે કરવામા આવે છે. મેચના ત્રીજા દિવસને ‘જેન મેક્ગ્રા-ડે’ તરીકે ઓળખવામા આવે છે. સિડની મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે. અત્યાર સુધીની પિન્ક ટેસ્ટ થકી 90 કરોડ રૂપિયાની રકમ ભેગી કરવામા આવી છે. ભારતે પણ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પિન્ક ટેસ્ટ રમી હતી. ત્યારે ભારતીય ખેલાડીઓને પણ પિન્ક કેપ આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...