• Home
  • Sports
  • The organizers said that the tournament will be held on time, the safety of the players from Corona is the priority; Barty and Federer have already withdrawn their names

US ઓપન / ઓર્ગેનાઇઝર્સે કહ્યું- ટૂર્નામેન્ટ સમયસર થશે, ખેલાડીઓની સુરક્ષા એ જ પ્રાયોરિટી; બાર્ટી અને ફેડરરે અગાઉ પોતાનું નામ પાછું લઈ લીધું છે

ગઈ વખતે રાફેલ નડાલે US ઓપનમાં જીત મેળવી હતી. તેણે ફાઈનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.
X

  • આ વર્ષે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપન 31 ઓગસ્ટ અને ફ્રેન્ચ ઓપન 27 સપ્ટેમ્બરથી થશે
  • નોવાક જોકોવિચ પોતાનું નામ પાછું લેવાનો વિચાર કરી રહ્યો છે, રાફેલ નડાલે કઈ સ્પષ્ટ કર્યું નથી

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 02:16 PM IST

કોરોનાવાયરસના કારણે આ મહિનાથી શરૂ થનાર ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપન પર સંકટના વાદળો ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટેનિસ એસોસિએશન (USTA) એ કહ્યું હતું કે ટૂર્નામેન્ટ સમયસર યોજાશે. કોરોનાથી ખેલાડીઓની સુરક્ષા જ અમારી પ્રાયોરિટી રહેશે. આ વર્ષે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ US ઓપન ન્યૂયોર્કમાં 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન થવાની છે.

વિશ્વની નંબર -1 મહિલા ખેલાડી એશ્લે બાર્ટી અને વિશ્વના નંબર -4 રોજર ફેડરરે પોતાનું નામ પાછા ખેંચી લીધું છે. બાર્ટીએ કોરોનાને કારણે આવું કર્યું હતું, જ્યારે ફેડરર આ વર્ષે ઈજાને કારણે કોઈ ટૂર્નામેન્ટ નહીં રમે. વર્લ્ડ નંબર -1 નોવાક જોકોવિચ પણ ટૂર્નામેન્ટમાં ન રમવા પર વિચાર કરી રહ્યો છે. આ સિવાય વર્લ્ડ નંબર -2 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલે પણ તે રમશે કે નહિ, તે અંગે ખુલાસો કર્યો નથી.

ન્યૂયોર્કમાં કોરોનાનું જોખમ ઘટ્યું છે

  • USTAના પ્રવક્તા ક્રિસ વિડમેરે જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક હજી પણ અમેરિકામાં સૌથી સલામત રાજ્ય છે. અહીં કોરોનાનો વધુ ખતરો નથી. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ન્યૂયોર્કમાં ઝડપથી પરિસ્થિતિ સુધરી છે. અહીં વહીવટીતંત્રે કોરોનાને અંકુશમાં રાખવાનું મોટું કામ કર્યું છે.
  • અમે ન્યૂયોર્કની આંતરરાષ્ટ્રીય યાત્રાઓને સરળ બનાવવામાં પણ સફળતા મેળવી છે. આ કારણોસર, અમને વિશ્વાસ છે કે ટૂર્નામેન્ટ સમયસર યોજાશે.

વેસ્ટર્ન અને સધર્ન ઓપન 20 ઓગસ્ટથી યોજાશે

  • US ઓપન પહેલા અમેરિકામાં 20થી 28 ઓગસ્ટ દરમિયાન વેસ્ટર્ન અને અસધર્ન ઓપન (સિનસિનાટી માસ્ટર્સ) ટૂર્નામેન્ટ પણ થવાની છે. આ માટે ખેલાડીઓને 16 ઓગસ્ટથી આવવાની મંજૂરી આપવામાં આવી છે.
  • આયોજકોનું કહેવું છે કે અમે આ ટૂર્નામેન્ટને પણ સફળ બનાવીશું.
  • તે જ સમયે, જાપાનની વિશ્વની નંબર -10 નાઓમી ઓસાકા અને વિશ્વની નંબર -9 અમેરિકન ખેલાડી સેરેના વિલિયમ્સ US ઓપન રમવા માટે તૈયાર છે.

બાર્ટી ફ્રેન્ચ ઓપન પણ ન રમવાનું વિચારી રહી છે

  • બાર્ટી પોતાનું ફ્રેન્ચ ઓપન ટાઇટલ ડિફેન્ડ કરવા ઉતરશે કે નહિ તે અંગે પછીથી નિર્ણય લેશે.
  • તેણે કહ્યું કે, “હું જલ્દીથી ફ્રેન્ચ ઓપન વિશે મારો નિર્ણય કહીશ. વુમન્સ ટેનિસ એસોસિએશન યુરોપિયન ટૂર્નામેન્ટ યોજાવાની છે, મારે અને મારી ટીમે તે અંગે પણ નિર્ણય લેવો પડશે."

ગઈ વખતે નડાલ અને બિયાનકા ચેમ્પિયન બન્યા હતા

  • ગઈ વખતે રાફેલ નડાલે US ઓપનમાં જીત મેળવી હતી. તેણે ફાઈનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.
  • વુમન્સ સિંગલ્સનું ટાઇટલ કેનેડાની બિયાનકા એન્ડ્રેસ્કુએ જીત્યું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને 6-3, 7-5થી હરાવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી