• Gujarati News
  • Sports
  • The Names Of 25 Sportspersons Who Received The Arjuna Award Were Also Announced, See The Complete List

ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલને ખેલ રત્ન:અર્જુન એવોર્ડ મેળવનાર 25 ખેલાડીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી, જુઓ સંપૂર્ણ યાદી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરથ કમલની દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. 30 નવેમ્બર 2022ના રોજ તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

અર્જુન પુરસ્કાર માટે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ લિસ્ટમાં બેડમિન્ટન ખેલાડીઓ એચએસ પ્રણય અને લક્ષ્ય સેન, એલ્ડોસ પોલ, અવિનાશ સાબલે, બોક્સર નિખત ઝરીન જેવા સ્ટાર ખેલાડીઓના નામ છે.

શરથ કમલ વિશે જાણીએ...
ચાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, બે એશિયન ગેમ્સમાં મેડલ્સ, ત્રણ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવાની સાથે-સાથે બે ITTF પ્રો ટૂર ટાઇટલ સાથે, શરથ કમલ ભારતીય ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડી છે.

તેમનો જન્મ 12 જુલાઈ 1982માં ચેન્નઈમાં થયો હતો. તેમના પિતા શ્રીનિવાસ રાવ અને કાકા મુરલીધર રાવ પોતાના શરૂઆતી દિવસોમાં ટેબલ ટેનિસ રમતા હતા અને પછી તેઓએ કોચિંગ શરૂ કરી.

શરથ કમલે ચાર વર્ષની ઉંમરથી આ રમત રમવાની શરૂ કરી. તેમના પિતા અને કાકાએ કોચિંગ આપવાની શરૂ કરી. તેમ છતા શરથને રાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. આ ખેલાડીની રમત શૈલી આક્રામક રહી, જેના કારણે તે ક્યારેય સાતત્ય હાંસલ કરી શક્યો નહીં.

રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2022
ટ્રાન્સસ્ટેડિયા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી, લદ્દાખ સ્કી અને સ્નોબોર્ડ એસોસિએશન.
મૌલાના અબુલ કલામ આઝાદ (MACA) ટ્રોફી: ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર.

અન્ય સમાચારો પણ છે...