• Gujarati News
  • Sports
  • "The More Grass On The Pitch Of Super Sport Park, The Harder It Will Be To Bat," Iyer Said

ભારત-દક્ષિણ આફ્રિકા સીરિઝ:અય્યરે કહ્યું - સુપર સ્પોર્ટ પાર્કની પિચ પર ઘાસ વધુ, બેટિંગ કરવી મુશ્કેલ રહેશે

સેન્ચુરિયનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રેયસ અય્યર - ફાઇલ તસવીર - Divya Bhaskar
શ્રેયસ અય્યર - ફાઇલ તસવીર

દ.આફ્રિકા વિરુદ્ધ 26 ડિસેમ્બરથી શરૂ થનાર બોક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ખેલાડીઓ આકરી પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. અહીંની પિચ અંગે શ્રેયસ અય્યરે કહ્યું કે,‘વિકેટ પર ઘાસ વધુ છે. અહીં બેટિંગ કરવી મુશ્કેલ છે.’ જ્યારે ઈશાંતે કહ્યું કે,‘આ વિકેટ પર બોલ વધુ મૂવમેન્ટ કરશે.’ કોચ રાહુલ દ્રવિડે ખેલાડીઓને ઈન્ટેન્સિટી સાથે ક્વોલિટી પ્રેક્ટિસની સલાહ આપી.

ભારત-દ.આફ્રિકા સીરિઝમાં દર્શકોને નો-એન્ટ્રીઃ દ.આફ્રિકામાં ઓમિક્રોનના વધતા કેસોને જોતા દ.આફ્રિકન બોર્ડે મોટો નિર્ણય લીધો છે. ભારત અને દ.આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને વન-ડે સીરિઝની મેચો દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં અપાય. આ મામલે દ.આફ્રિકન બોર્ડે બીસીસીઆઈ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...