ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં આજે મોડી રાત્રે 12:30 વાગે નેધરલેન્ડ્સ અને આર્જેન્ટિનાની વચ્ચે થશે. નેધરલેન્ડ્સ આજ સુધી વર્લ્ડ કપ જીતી શક્યું નથી. તો આર્જેન્ટિનાએ 1986ની પછી ટ્રોફી જીતી શકી નથી. પરંતુ આ વખતે નેધરલેન્ડ્સ મજબૂત નજર આવી રહી છે. ટીમને આ વર્લ્ડ કપમાં એક પણ વખત હારનો સામનો કરવો પડ્યો નથી. બીજી તરફ પહેલી મેચમાં આર્જેન્ટિનાને સાઉદી અરેબિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પછી મેસ્સીની ટીમે શાનદાર દેખાવ કરતા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
બન્ને ટીમે છેલ્લા થોડા વર્ષોથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. નેધરલેન્ડ્સની વાત કરીએ તો ટીમે 2010માં સ્પેન સામે ફાઈનલ મેચ રમી હતી, જ્યાં સ્પેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો આર્જેન્ટિનાની વાત કરીએ તો 2014ના વર્લ્ડ કપમાં જર્મની સામે ફાઈનલ મેચ રમી હતી, જ્યાં તેઓને 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમની વચ્ચે આજે લુસૈલ સ્ટેડિયમમાં મોડી રાત્રે 12:30 વાગે મેચ રમાશે.
બન્ને ટીમની હેડ ટુ હેડ
બન્ને ટીમે અત્યારુસધીમાં એકબીજા સામે કુલ નવ વખત આમને-સામને ટકરાય ચૂકી છે. જેમાં નેધરલેન્ડ્સ 4 વખત જીતી છે. તો આર્જેન્ટિનાને 1માં જીત મળી છે. બાકીના 4 મેચ ડ્રો રહ્યા છે. બન્ને ટીમ વર્લ્ડ કપમાં અત્યારસુધીમાં પાંચ વખત મળી છે. જેમાં મુકાબલો બરાબરીનો રહ્યો છે. બન્ને ટીમે 2-2 મુકાબલા જીત્યા છે. તો એક મેચ ડ્રો રહી છે.
નેધરલેન્ડ્સ આ વર્લ્ડ કપમાં અજેય
આ વર્લ્ડ કપમાં અત્યારસુધીમાં નેધરલેન્ડ્સ અજેય રહ્યું છે. ગ્રુપ-Aમાં નેધરલેન્ડ્સે 3 મેચમાંથી 2 મેચ જીતી છે, જ્યારે 1 મેચ ડ્રો કરી છે. જ્યારે રાઉન્ડ ઑફ 16માં નેધરલેન્ડ્સે અમેરિકાને 3-1થી હરાવ્યું હતું. ટીમના યુવા સ્ટ્રાઈકર કોડી ગાકપોએ આ ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડ્સ માટે સર્વાધિક 3 ગોલ ફટકાર્યા છે. તો મિડફિલ્ડર ડેવી ક્લાસેન અને ડેનઝેલ ડમફ્રાઇસે 2-2 આસિસ્ટ કરીને મિડલ લાઇનને મજબૂત કર્યું હતું. નેધરલેન્ડ્સે આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી ક્વાર્ટર ફાઈનલિસ્ટમાં સૌથી વધુ પાસિંગ કરી છે. ટીમ કુલ 4 મેચમાં 2716 પાસ કર્યા હતા, તો 7 ગોલ અને 2 ક્લીન શીટ રાખી હતી.
આર્જેન્ટિના લયમાં આવી
પહેલી મેચમાં સાઉદી અરેબિયાની સામે હાર મળ્યા પછી આર્જેન્ટિનાની ટીમ સતત શાનજાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે તેઓની ટીમ ટાઇમ પર લયમાં આવી હતી. ગ્રુપ Cની બાકી રહેલી બે મેચમાં આર્જેન્ટિનાએ પોલેન્ડ અને મેક્સિકોને 2-0થી હરાવ્યું હતું. આ પછી ગ્રુપમાં ટૉપ કર્યા પછી રાઉન્ડ ઑફ 16 માં તેમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો, જેમાં 2-1થી મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરની 1000મી મેચ રમી હતી અને તેમાં ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ મેસ્સીએ નોકઆઉટ મેચમાં ગોલ ફટકારવાના દુષ્કાળનો અંત લાવ્યો હતો. આર્જેન્ટિનાએ અત્યારસુધીમાં આ વર્લ્ડ કપમાં 4 મેચમાં 2 મેચમાં ક્લીન શીટ રાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.