તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુદના જોખમે રમો:ટોક્યો ઓલિમ્પિકમાં તબિયત ખરાબ થઈ કે મોત થયું તો આઈઓસી જવાબદાર નહીં

ટોક્યો2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટોક્યો જનારા ખેલાડીઓએ એક વેવર ફોર્મ પર સહી કરવાની રહેશે. જેમાં લખ્યું હતું કે ઓલિમ્પિક સમયે જો કોઇ ખેલાડી કે સ્વાસ્થ્ય સબંધી તકલીફ હોય છે કાં તો તેમનું મૃત્યુ થઇ જાય છે તો તેમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (IOC) જવાબદાર રહેશે નહીં. આઈઓસી ખેલાડીઓ અને અન્ય પ્રતિભાગીઓને શુક્રવારે આ ફોર્મ મોકલશે, જેમાં બધાને ‘પોતાના જોખમ’ પર જવાની વાત કહી છે.

આઈઓસીની સીઈઓ લાના હેડેડએ કહ્યું કે અમે સુરક્ષિત રમતના આયોજન માટે પ્રતિબદ્ધ છીએ. ગેમ્સના કોવિડ-19 ના પ્રોટોકોલ પ્રમાણે, ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેવાના પોતાના નિર્ણય માટે પોતે જવાબદાર રહેશે. એવું પહેલીવાર છે જ્યારે આઈઓસી આવા કોઇ ફોર્મમાં ખેલાડીઓની સહી કરાવી રહ્યું છે.

2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં વાયુ પ્રદૂષણના ડર અને 2016 રિયો ઓલિમ્પિક સમયે જીકા વાઈરસના ખતરા છતાં આઈઓસીએ આવુ કર્યું ન હતું. આ વચ્ચે, જાપાનની સરકાર અને આયોજકોએ કહ્યું કે સ્થાનિક દર્શકોને ગેમ્સમાં આવવું કે નહીં તેના પર અંતિમ નિર્ણય આવતા મહિને કટોકટી હટ્યા બાદ લેવામાં આવશે. સરકાર અને આયોજકો પર ગેમ્સ રદ્દ કરવાનો ઘણો દબાવ છે. પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ ટોક્યો અને અન્ય 8 પ્રાન્તમાં 20 જૂન સુધી કટોકટી વધારી છે.

અન્ય સમાચારો પણ છે...