તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • The Indian Junior Women’s Team Defeated Chile, The Seniors Lost; Junior's Good Play Strengthened The Bench Strength

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:ભારતીય જુનિયર મહિલા ટીમે ચિલીને પરાજય આપ્યો, સિનિયર હારી; જુનિયરની સારી રમતથી બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થઈ

નવી દિલ્હી23 દિવસ પહેલાલેખક: બીજી જોશી
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કૌશલ્યપૂર્ણ ચતુરાઈથી મહિલા હૉકી ચમકશે
 • કોરોનાને કારણે ખેલાડીઓની પ્રેક્ટિસ છૂટી, ટીમને લય મેળવતાં થોડોક સમય લાગશે

ભારતીય મહિલા હોકી ટીમોએ તાજેતરમાં દક્ષિણ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. સિનિયર ટીમ આર્જેન્ટિના અને જૂનિયર ટીમ ચિલી સામે રમવા ગઇ હતી. જૂનિયર ટીમે ચિલીને 6 મેચમાં એકતરફી પરાજય આપ્યો. જોકે સિનિયર ટીમ આર્જેન્ટિના સામે એક પણ મેચ જીતી ના શકી. જૂનિયર ટીમના ધારદાર પ્રદર્શને આશાઓ જગાડી. બે જૂનિયર ખેલાડી બ્યૂટી ડુંગડુંગે 5 અને સંગીતા કુમારીએ 4 ગોલ કર્યા હતા. જૂનિયર ટીમના સારા પ્રદર્શનને લીધે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થઈ શકે છે.

પૂર્વ સુકાની સબા અંજુમ કહે છે કે આર્જેન્ટિનાના પ્રવાસે ભારતીય ટીમનું પ્રદર્શન ઠીક રહ્યું છે. આ મેચ પ્રેક્ટિસ મેચ જેવી હતી. ટીમ લાંબા બ્રેક પછી ટુર્નામેન્ટ રમી રહી હતી. તેમણે કહ્યું કે ટીમ જેમ જેમ મેચ રમશે, આત્મવિશ્વાસ વધશે. તેનાથી ટીમ લયમાં આવી જશે. ઘરમાં પ્રેક્ટિસ અને મેદાનમાં અંતર હોય છે. - સબા અંજુમ, પૂર્વ સુકાની, ભાસ્કર એક્સપર્ટ

બેલ્જિયમનો ડૉહમન 400 મેચ રમનાર છઠ્ઠો ખેલાડી
ડૉહમન 400 મેચ રમનાર છઠ્ઠો ખેલાડી બન્યો. સ્પેન સામે પ્રો લીગમાં તેણે આ સિદ્ધી મેળવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો