તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The French Footballer Removed A Bottle Of Beer During A Press Conference, And Fans Welcomed The Reaction.

હવે બીયર પણ ફુટબોલરના નિશાને:ફ્રાન્સના ફુટબોલર પૉલ પોગ્બાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીયરની બોટલ હટાવી, ફેન્સે પણ આ પ્રતિક્રિયાને આવકારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૉલ પોગ્બાએ ટેબલ પર રાખેલી કોકા કોલાની બોટલ હટાવી નહતી

ફ્રાન્સના ફુટબોલર પૉલ પોગ્બાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીયરની બોટલ ટેબલ પરથી નીચે મૂકી દીધી હતી. ફાન્સની મેચ બાદ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. પૉલ માનચેસ્ટર યુનાઇટેડનો મીડફિલ્ડર પણ છે. યૂરો કપ 2020ની ટૂર્નામેન્ટ દરમિયાન આ પ્રકારનો મેસેજ આપનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બાદ બીજો ખેલાડી છે. પૉલ પોગ્બા એક મુસ્લિમ છે અને તે દારૂ પીતો નથી. આની પહેલા પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલ હટાવી દીધી હતી અને લોકોને પાણી પીવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રતિક્રિયાને એના ફેન્સે પણ આવકારી હતી.

પૉલ પોગ્બાનો વીડિયો વાઇરલ
ફ્રાન્સના મહત્ત્વપૂર્ણ ખેલાડીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નકલ કરતો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. પૉલે મેચ જીત્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, ત્યારે એના ટેબલ પર હેનિકેન બીયરની બોટલ રાખવામાં આવી હતી. એણે પણ આ બોટલને ટેબલની નીચે સરકાવી દીધી હતી. બીજું જોવા જેવું દ્રશ્ય એ હતું કે પૉલ પોગ્બાએ કોકા કોલાની બોટલને ટેબલ નીચે મૂકી નહતી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટોની અંદર વાઇરલ થઈ ગયો હતો. આ ફુટબોલરના ફેન્સે પણ કહ્યું હતું કે પૉલ એક ધાર્મિક વ્યક્તિ છે, જેથી બીયર પ્રત્યે એના આ પ્રકારના વલણની અમને આશા હતી.

પૉલ પોગ્બાએ આની પહેલા પણ દારૂ ન પીવા ટ્વીટ કર્યું હતું
મુસ્લિમ ધર્મમાં દારૂ 'હરામ' છે. જેથી પૉલ પોગબાએ પણ પોતાની ધાર્મિક ભાવના આહત ન થાય એ અર્થે બીયરની બોટલને ટેબલની નીચે સરકાવી દીધી હતી. પૉલ પોગ્બાએ આની પહેલા પણ વિવિધ પ્રસંગે દારૂનું સેવન ન કરવાનો સંદેશ આપ્યો હતો. તાજેતરના પવિત્ર મહિનાના રમઝાન મહિના દરમિયાન, જ્યારે મિડફિલ્ડર ઉપવાસ પર હોવા છતાં યુરોપા લીગમાં પ્રદર્શન દાખવતો રહ્યો હતો. તેણે જાહેરમાં એવું પણ જણાવ્યું છે કે તે દારૂ પીતો નથી.

રોનાલ્ડો એ cokeની બોટલ હટાવી, કંપનીને કરોડોનું નુકસાન
યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને 30 હજાર કરોડનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે, ન તો તેણે કોઈ કંપનીને દગો આપ્યો છે. તેણે તો ફક્ત સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ડેસ્કથી 3-4 ફૂટ દૂર મૂકી દીધી હતી, જેથી કરીને કંપનીના માથે રાતોરાત સંકટ રૂપી પહાડ તૂટી પડ્યો હતો.

કોકા કોલાની પ્રતિક્રિયા
કોકા કોલા 11 દેશમાં રમાઈ રહેલા UEFA યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ-કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ પ્રકારની પ્રેસ-કોન્ફરન્સ કે મેચ પછી અમે ખેલાડીઓને સોફ્ટ ડ્રિંક આપીએ છીએ. હવે આ સોફ્ટ ડ્રિંકનું સેવન કરવું કે નહીં એ તેમની અંગત પસંદ છે.

અન્ય સમાચારો પણ છે...