તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The Footballer Said I Have Benefited The Opponents A Lot, You Know! What Kind Of Player Would I Be If I Didn't Take Drugs?

જ્યારે મેરાડોનાએ માની હતી ભૂલ:ફૂટબોલરે કહ્યું હતું- મેં વિરોધીઓને બહુ ફાયદો કરાવ્યો, ખબર છે! જો હું ડ્રગ્સ ન લેતો હોત તો કેવો પ્લેયર હોત?

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સના લીધે મેરાડોનાને શારીરિક રીતે ઘણું નુકસાન થયું. વર્ષ 2000માં તેમને ડ્રગ્સનો ઓવરડોઝ થઇ ગયો હતો. તેના લીધે જ તેમને 2004માં હાર્ટ એટેક આવ્યો હતો. - Divya Bhaskar
ડ્રગ્સના લીધે મેરાડોનાને શારીરિક રીતે ઘણું નુકસાન થયું. વર્ષ 2000માં તેમને ડ્રગ્સનો ઓવરડોઝ થઇ ગયો હતો. તેના લીધે જ તેમને 2004માં હાર્ટ એટેક આવ્યો હતો.

આર્જેન્ટિનાને 1986નો વર્લ્ડ કપ જીતાડનાર મહાન ફૂટબોલર ડિએગો મેરાડોના હવે રહ્યા નથી. શાનદાર સ્કિલ્સના કારણે તેમણે જોરદાર કરિયર તો બનાવ્યું પરંતુ ડ્રગ્સની આદતના લીધે તેના ડાઘ પણ લાગ્યા હતા. તેમની નશાની આદત પર એક વાર મેરાડોનાએ પોતે કહ્યું હતું કે, મેં મારા વિરોધીઓને બહુ ફાયદો કરાવ્યો છે. ખબર છે! જો હું ડ્રગ્સ ન લેતો હોત તો કેવો પ્લેયર હોત?

મેરાડોનાએ 1982માં કોકેન લેવાની શરૂઆત કરી હતી. ત્યારે તેમનું કરિયર પીક પર હતું, પણ તેમને નશાની આદત પડી ગઈ હતી. 1984માં જ્યારે નેપોલી ક્લબ માટે રમવા ગયા ત્યારે તેઓ ઇટાલિયન માફિયા કોમોરાના સંપર્કમાં આવ્યા હતા. તેમણે આગામી બે દાયકા સુધી સતત ડ્રગ્સ લેવાનું ચાલુ રાખ્યું તેમજ આલ્કોહોલિક પણ હતા.

ક્લબે પ્રતિબંધ મૂક્યો, સજા પણ આપવામાં આવી
2015માં મેરાડોનાએ ડ્રગ્સના નશા વિશે કહ્યું કે, મેં મારા વિરોધીઓને બહુ ફાયદો કરાવ્યો હતો. શું તમને ખબર છે કે જો હું ડ્રગ્સ ન લેત તો કેવો પ્લેયર હોત? કોકેનના સેવન બદલ મેરાડોના પર તેમના ક્લબ નેપોલીએ 1991માં 15 મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. તે વર્ષે જ તેમને બ્યુનસ આયર્સમાં 500 ગ્રામ કોકેન સાથે અરેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને 14 મહિનાની સજા થઇ હતી.

આ પણ વાંચો: મેરાડોનાની 6 કહાની:ગરીબ પરિવારમાં જન્મ્યા, ભાઈએ ગિફ્ટ આપેલા ફૂટબોલ સાથે સૂતા હતા, ગોલ ઓફ ધ સેન્ચુરી પણ તેમના નામે

વાપસી કરી, પણ નશાની ટેવ ન ગઈ
3 વર્ષ પછી 1991માં મેરાડોનાની આર્જેન્ટીની ટીમમાં વાપસી થઇ હતી. ત્યારે ગ્રીસ સામે તેમણે કરેલો એક ગોલ સર્વત્ર હેડલાઈન બન્યો હતો. મેરાડોનાએ ગ્રીસ સામે ગોલ કરીને કેમેરા સામે ચીસો પાડીને સેલિબ્રેટ કર્યો હતો. જોકે, તેઓ આ ટૂર્નામેન્ટ પણ પૂરી રમી શક્યા નહોતા. કારણકે પ્રતિબંધિત દવાઓનું સેવન કરવા બદલ 15 મહિનાનો પ્રતિબંધ થયો હતો. આ તેમના કરિયરનો અંત હતો.

1995માં તેઓ બોકા જુનિયર્સ ક્લબ માટે રમવા લાગ્યા પરંતુ અહીં પણ ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ થયા. આ વખતે તેઓ 6 વર્ષમાં ત્રીજીવાર ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ થયા હતા. આણે તેમના ફૂટબોલ કરિયરને સમાપ્ત કરી નાખ્યું હતું. આ ટેસ્ટ વિશે કહેવામાં આવ્યું હતું કે, તેમણે પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. બોકાના પ્રેસિડેન્ટે કહ્યું કે, મેરાડોનાના યુરિનમાં કોકેન મળ્યું હતું.

મેરાડોનાના કરિયરમાં ડ્રગ્સના લીધે ઘણા અપ્સ અને ડાઉન્સ આયા હતા. તેમણે પોતાની ભૂલ સ્વીકારતા પહેલા 1996માં સાર્વજનિક રૂપે કહ્યું હતું કે, હું ડ્રગ્સ એડિક્ટ હતો, છું અને હંમેશા રહીશ. ડ્રગ્સેથી તેમને શારીરિક રીતે પણ નુકસાન થયું હતું. 2000માં તેમને ડ્રગ્સનો ઓવરડોઝ થઇ ગયો હતો. આ કારણે જ તેમને 2004માં હાર્ટ-એટેક આવ્યો હતો. 2005માં તેમને બાયપાસ સર્જરી કરાવી પડી હતી. 2007માં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા

ગયા વર્લ્ડ કપમાં પણ આદતોના લીધે ચર્ચામાં હતા
2017માં એવું માનવામાં આવ્યું હતું કે મેરાડોનાએ નશો છોડી દીધો છે. તેમણે પોતે 2017માં કહ્યું હતું કે, મેં 13 વર્ષથી ડ્રગ્સનું સેવન કર્યું નથી અને બહુ સારું અનુભવી રહ્યો છું. પરંતુ 2018ના વર્લ્ડ કપમાં તે આર્જેન્ટિનાની ઘણી મેચોમાં ડ્રિન્ક કરતા જોવા મળ્યા હતા. તેમનો એક વિડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ પ્લેનમાં ટકીલા પી રહ્યા હતા. મેરાડોનાએ કહ્યું હતું કે, નાઈજેરિયા સામેની મેચ પછી તેમણે બધી વાઈન પી લીધી હતી.