તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • The First Billionaire Footballer, Earning Rs 800 Crore Annually, Was Fined For Tax Evasion

પીપલ ભાસ્કર:પહેલો અબજપતિ ફૂટબોલર, વાર્ષિક 800 કરોડની કમાણી, કરચોરી બદલ દંડ ભર્યો

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જન્મ- 5 ફેબ્રુઆરી 1985 (પોર્ટુગલ)
શિક્ષણ- પ્રાથમિક શિક્ષણ
પરિવાર- પત્ની જ્યોર્જિના રોડ્રિગ્સ
માર્કેટ વેલ્યૂ- 375 કરોડ રૂપિયા
કુલ ગોલ- 786
સંપત્તિ- 3700 કરોડ રૂપિયા

36 વર્ષનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્તમાન સમયનો સૌથી મહાન ફૂટબોલર ગણાય છે. જોકે, હાલ કમાણી બાબતે અને ફિફા રેન્કિંગમાં તે આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીથી એક ક્રમ પાછળ છે પણ ચર્ચામાં રહેવામાં નંબર વન છે. યુરોપમાં હાલ યુરો કપ 2020 ચાલી રહ્યો છે. રોનાલ્ડો મેદાન પર નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. તેણે યુરો કપની તેની કરિયરમાં સૌથી વધુ 11 ગોલ કરવાનો રેકોર્ડ સર્જ્યો. મેદાન બહાર પણ તે ચર્ચામાં છે.

યુરો કપ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કોકા-કોલાની બોટલ્સ હટાવી કોલ્ડ ડ્રિન્કના બદલે પાણી પીવા અપીલ કરી. જોકે, અગાઉ તે કોકની એડ. કરી ચૂક્યો છે. રોનાલ્ડો કહે છે કે તેને જે બ્રાન્ડ્સમાં વિશ્વાસ નથી તેમની જાહેરાત કરવાનું તે ટાળે છે. પોર્ટુગલની ફૂટબોલ ટીમનો કેપ્ટન રોનાલ્ડો કમાણી બાબતે પણ વર્ષો સુધી નંબર વન રહ્યો છે. તે એક અબજ ડોલરની કમાણી કરનારો વિશ્વનો પહેલો ફૂટબોલર છે.

રોનાલ્ડો ઘણીવાર રડી પડતો, જેથી ‘ક્રાય બેબી’ નામ પડી ગયું
રોનાલ્ડો પોર્ટુગલના મડીરામાં જન્મ્યો. પિતાએ અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રિગનના નામ પરથી તેનું નામ પાડ્યું. પરિવારના ચોથા સંતાન રોનાલ્ડોને પરિવારજનો ખરાબ નાણાકીય સ્થિતિને કારણે વણજોઇતું બાળક કહેતા હતા. પિતા સ્થાનિક ફૂટબોલ ક્લબમાં માળી હતા. તેમની દારૂની લતના કારણે પરિવારમાં ઘણીવાર ઝઘડા થતા પણ રોનાલ્ડો ફૂટબોલ પર જ ધ્યાન આપતો. પિતા જે ક્લબમાં કામ પર જતા ત્યાં જ તે ફૂટબોલ રમતો. મેદાન પર ગોલ ન થાય કે કોઇ ભૂલ થાય તો તે રડવા લાગતો. તેથી બાળપણમાં તેનું ‘ક્રાય બેબી’ નામ પડી ગયું હતું. તે જણાવે છે કે ઘર છોડ્યા બાદ પરિવારજનોને યાદ કરીને તે લગભગ રોજ રડતો.

સીઆર 7 નામથી પોતાની બ્રાન્ડ છે, ઘણીવાર વિવાદોમાં પણ રહ્યો
​​​​​​​
રોનાલ્ડો ફોર્બ્સની હાઇએસ્ટ પેઇડ એથ્લીટની યાદીમાં વિશ્વમાં ત્રીજા નંબરે છે. તેણે 2020-21માં કુલ 889 કરોડ રૂ.ની કમાણી કરી. મિક્સ માર્શલ આર્ટ્સ પ્લેયર કોનોર મેક્ગ્રેગોર પ્રથમ ક્રમે છે. 2019-20માં રોનાલ્ડોએ 10.5 કરોડ ડોલરની કમાણી કરી હતી. ‘સીઆર 7’ નામથી તેની પોતાની બ્રાન્ડ પણ છે. તેની સામે સ્પેનમાં 120 કરોડ રૂ.ના ટેક્સ મુદ્દે ગેરમાર્ગે દોરવાનો આરોપ હતો. 2019માં તેણે જેલમાં ન જવું પડે તે માટે 159 કરોડ રૂ. ચૂકવીને ટેક્સ ફ્રોડમાં સમાધાન કર્યું. 2005માં બળજબરીના આરોપસર તેની ધરપકડ પણ થઇ હતી. અન્ય એક મહિલાએ પણ તેની સામે છેડતીનો આરોપ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...