તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • The Finalist Will Be Decided On The Basis Of The Percentage Of Points, The Decision Will Be Taken At The Meeting Of The CEC

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ:પોઈન્ટ્સ પર્સેન્ટેજના આધારે ફાઇનલિસ્ટ નક્કી કરવામાં આવશે, CECની બેઠકમાં નિર્ણય લેવાશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભારત 360 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. જ્યારે, 296 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 292 પોઈન્ટ્સ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. - Divya Bhaskar
ભારત 360 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. જ્યારે, 296 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 292 પોઈન્ટ્સ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.

કોરોનાને કારણે રદ્દ થયેલી ટેસ્ટ સીરિઝને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના શેડ્યુલને પણ અસર થઇ છે. તેવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે. ICC ટીમના પોઈન્ટ્સ પર્સેન્ટેજના આધારે ટોપ-2 ટીમ નક્કી કરવાનું વિચારી રહી છે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફો અનુસાર, આ મામલે આવતા અઠવાડિયે થનાર ચીફ એક્સિક્યુટિવ કમિટી (CEC)ની બેઠક પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ICCની અંતિમ ક્વૉર્ટરલી મીટિંગ આ અઠવાડિયે સોમવારે શરૂ થશે.

પોઈન્ટ્સ વહેંચવા પર વિચાર થયો
કાઉન્સિલ ટેસ્ટ ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચવા પર વિચાર કરવામાં આવ્યો હતો. તેના અનુસાર કોવિડ-19ને કારણે કેન્સલ થયેલી ટેસ્ટ મેચોને ડ્રો તરીકે ટ્રીટ કરવામાં આવે અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચવામાં આવે. જોકે, આના પર બધા સહમત નહોતા થયા. કમિટીએ નક્કી કર્યું છે કે, આ મામલે લીસ્ટ બેડ ઓપ્શન શોધવામાં આવે.

ફાઇનલની રેસમાં સામેલ ટીમોને વધુ અસર નહીં થાય
જો ICC પોઈન્ટ્સ પર્સેન્ટેજના આધારે ફાઇનલિસ્ટ નક્કી કરવાનો નિર્ણય લે તો તેનાથી ફાઇનલની રેસમાં સામેલ ટીમોને વધુ અસર નહીં થાય. ન્યૂઝીલેન્ડ માટે આ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. તેઓ પોતાની બાકીની બંને ટેસ્ટ સીરિઝ ઘરઆંગણે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે. કિવિઝ ટીમ ઘરમાં છેલ્લી 6માંથી 6 ટેસ્ટ જીત્યું છે. તેવામાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરીને તેના કુલ 420 પોઈન્ટ્સ થઇ શકે છે.

સીરિઝમાં ટેસ્ટ મેચોની સંખ્યા પર મળે છે પોઈન્ટ્સ
દરેક ટેસ્ટ સીરિઝના 120 પોઈન્ટ્સ મળે છે. સીરિઝમાં કુલ મેચોની સંખ્યાના આધારે પોઈન્ટ્સ મળે છે. એક સીરિઝમાં કોઈ ટીમ વધુને 120 પોઈન્ટ્સ મેળવી શકે છે. તેવામાં બે ટેસ્ટની સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર 60 પોઈન્ટ્સ, ત્રણ મેચની સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર 40 અને ચાર મેચની સીરિઝમાં એક ટેસ્ટ જીતવા પર 30 પોઈન્ટ્સ મળે છે.

આ રીતે નીકળશે પોઈન્ટ્સ પર્સેન્ટેજ
પોઈન્ટ્સ પર્સેન્ટેજ નીકળવા માટે પ્રાપ્ત પોઇન્ટને કુલ પોઇન્ટથી ડિવાઇડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ટીમને કુલ 6 સીરિઝ રમવાની હોય અને તેણે 4 સીરિઝમાં ક્લીન સ્વીપ કરી તો તેના 720માંથી 480 પોઈન્ટ્સ છે. તે મુજબ તેના પોઈન્ટ્સ પર્સેન્ટેજ 66.67% છે.

વર્તમાન પોઈન્ટ્સ ટેબલમાં પોઈન્ટ્સ પર્સેન્ટેજના આધારે ભારત બીજા સ્થાને
પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેનાર બે ટીમો જૂનમાં થનાર ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારત 360 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. જ્યારે, 296 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 292 પોઈન્ટ્સ સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. જોકે, પોઈન્ટ્સ પર્સેન્ટેજની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા પ્રથમ, ભારત બીજા અને ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. ફાઇનલિસ્ટ કેવી રીતે પસંદ કરવામાં આવશે તેનો નિર્ણય તો ICCની બેઠકમાં જ લેવામાં આવશે.

ટીમસીરિઝકુલ પોઈન્ટ્સમેળવેલ પોઈન્ટ્સપર્સેન્ટેજશેડ્યુલ સીરિઝમિસ્ડ સીરિઝ
ઓસ્ટ્રેલિયા336029682.22ભારત, સાઉથ આફ્રિકાબાંગ્લાદેશ
ભારત448036075.00ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ--
ઇંગ્લેન્ડ448029260.83ભારતશ્રીલંકા
ન્યૂઝીલેન્ડ336018050.00વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાનબાંગ્લાદેશ
પાકિસ્તાન3.542016639.52ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકાબાંગ્લાદેશ*
શ્રીલંકા22408033.33સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ
વેસ્ટ ઇન્ડિઝ22404016.67ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકાસાઉથ આફ્રિકા
સાઉથ આફ્રિકા22402410.00શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાવેસ્ટ ઇન્ડિઝ
બાંગ્લાદેશ2.518000.00વેસ્ટ ઇન્ડિઝપાકિસ્તાન*, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા

માર્ચ, 2021 સુધીમાં બધી ટીમોએ 6-6 ટેસ્ટ મેચની સીરિઝમાં ભાગ લેવાનો હતો
તમને જણાવી દઈએ કે ટેસ્ટ રમનાર 9 દેશો વચ્ચે 2019થી માર્ચ, 2021 વચ્ચે 6-6 સીરિઝ રમાવવાની હતી. પરંતુ કોરોનાને કારણે ઘણી સીરિઝ રદ્દ કરવી પડી. ભારત, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાને 4-4, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે 3-3 સીરિઝ રમી છે. જ્યારે શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ માત્ર 2-2 ટેસ્ટ સીરિઝ રમ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો