તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • The Day night Test Between India And Bangladesh Was Watched By 43 Million People On TV

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટને 43 મિલિયન લોકોએ ટીવી પર લાઈવ જોઈ હતી

Ahmedabad6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડે-નાઈટ ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતો ભારતીય કપ્તાન વિરાટ કોહલી.

સ્પોર્ટ્સ ડેસ્ક: બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે, "ગયા નવેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દેશમાં રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટને 43 મિલિયન લોકોએ કુલ 2 બિલિયન મિનિટ સુધી ટીવી પર લાઇવ જોઈ હતી." સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ પ્રમુખ બન્યા પછી સુનિશ્ચિત કર્યું હતું કે ટીમ ઇન્ડિયા રમતના સૌથી લાંબા ફોર્મેટમાં પિંક બોલ સાથે રમવા તૈયાર થાય.   વિરાટ કોહલી હેઠળ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ ઈડન ગાર્ડન્સ ખાતે લાઇટ્સ હેઠળ રમી હતી. આ મેચ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હતો અને ત્રીજા દિવસની શરૂઆતમાં યજમાને ઇનિગ્સ અને 46 રને જીત મેળવી શ્રેણી 2-0થી પોતાના નામે કરી હતી.  ટેસ્ટમાં કોઈ સ્પર્ધા નહોતી, પરંતુ પિંક કલરના એસ.જી. બોલથી લાઇટ્સ હેઠળ ક્રિકેટરોને રમતા જોવાના રોમાંચે ઘણાને તેમના ટીવી સેટ સામે બેસી રહેવા મજબૂર કર્યા હતા. ક્રિકેટ સિવાય 2019માં સૌથી વધુ જોવાયેલી રમતોમાં કબડ્ડી, કુસ્તી અને ફૂટબોલનો સમાવેશ થાય છે. ટીવીમાં જોવાયેલી નોન-ક્રિકેટિંગ ઇવેન્ટ્સમાં કુલ 85% મિનિટ્સ માટે ફેન્સે આ ત્રણ સ્પોર્ટ્સ જોયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો