• Gujarati News
  • Sports
  • The Companies That Buy The TV Rights Make The Demand, This Match Is The Most Watched

ભારત-પાક મેચ ICC માટે કેટલી મહત્વની:ટીવી રાઈટ્સ ખરીદનારી કંપનીઓ કરે છે ડિમાન્ડ, આ મેચ જ સૌથી વધુ જોવાય છે

એક મહિનો પહેલા

ટી-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. રોમાંચ, દબાણ અને લોકપ્રિયતાની દ્રષ્ટીએ આ માચે ફાઈનલની પહેલાની ફાઈનલ કહેવામાં આવે છે. ICCના પ્રયાસ રહે છે કે તેમની દરેક ટૂર્નામેન્ટમાં આ બંને ટીમ વચ્ચે ઓછામાં ઓછી એક ટક્કર જરૂરથી થાય. ICC માટે આ મેચ ઘણો જ નફો કમાવનારી હોય છે. તો આ ટૂર્નામેન્ટને લઈને એક્સાઈમેન્ટ પણ ચરમ પર હોય છે.

ભારત-પાકિસ્તાન મેચની ડિમાન્ડ કરે છે બ્રોડકાસ્ટર્સ
ICC પોતાની ટૂર્નામેન્ટના બ્રોડકાસ્ટ રાઈટ્સ ઘણી જ ઊંચી કિંમતે વેચે છે. સ્ટાર સ્પોર્ટ્સે 2015થી 2023 સુધી થનારી તમામ ICC ઈવેન્ટ્સના રાઈટ્સ 198 કરોડ ડોલર (લગભગ 14.8 હજાર કરોડ રૂપિયા)માં ખરીદ્યા હતા. બ્રોડકાસ્ટર્સની ડિમાન્ડ હોય છે કે દરેક ટૂર્નામેન્ટના શેડ્યૂલમાં ICC ઓછામાં ઓછી એક વખત ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જરૂર રાખે. આ મેચ માટે જાહેરાતના સ્લોટ અન્ય મેચની તુલનાએ વધુ કિંમતે વેચાય છે.

સૌથી વધુ વ્યૂરશિપ આ મુકાબલાથી જ
ICC ઈવેન્ટ્સમાં અનેક વખત ભારત-પાકિસ્તાન મેચની ગ્લોબલ વ્યૂરશિપ ફાઈનલથી પણ વધુ હોય છે. ICC મુજબ 2019ના વનડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને દુનિયાભરમાં 27.3 કરોડ યૂનિક વ્યૂઅર્સે પોત પોતાના ટીવી સેટ પર જોઈ હતી. જેમાંથી 23.3 કરોડ વ્યૂઅર્સ ભારતથી જ હતા. આ ઉપરાંત 5 કરોડ લોકોએ આ મેચને ઓનલાઈન મીડિયમની મદદથી જોઈ હતી.

1 મેચથી બ્રોડકાસ્ટરને 100 કરોડથી વધુની કમાણી થાય છે
2019ના વનડે વર્લ્ડ કપમાં ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે ભારત-પાકિસ્તાન મેચ માટે 10 સેકન્ડનો વિજ્ઞાપન સ્લોટ 25 લાખ રૂપિયામાં વેચ્યો હતો. તો ભારતની અન્ય મેચ માટે આ કિંમત 16થી 18 લાખ રૂપિયા હતી. આટલી ઊંચી કિંમત હોવા છતાં તમામ સ્લોટ બુક થઈ ગયા હતા. અંતિમ સમયે સ્ટારે વધુ ઊંચી કરી દીધી હતી. 2019માં થયેલા ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાંથી સ્ટારે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

29 વર્ષમાં થયા 17 મુકાબલા
ICCની ત્રણ મુખ્ય ઈવેન્ટ્સ વનડે વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી મળીને છેલ્લાં 29 વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 17 મુકાબલા થયા છે. ICC ટૂર્નામેન્ટમાં બંને ટીમ પહેલી વખત 1992ના વનડે વર્લ્ડ કપમાં સામસામે થયા હતા. અંતિમ મેચ 2019ના વનડે વર્લ્ડ કપમાં રમાઈ હતી.

2012થી દરેક ટૂર્નામેન્ટમાં થઈ છે ટક્કર
ICCએ પોતાની દરેક ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન રાઈવરલીને નફો બનાવીને કમાવવાનું સાચા અર્થમાં 2012માં રમાયેલા ટી-20 વર્લ્ડ કપથી કરી. આ પહેલા જાણીજોઈને ગ્રુપ સ્ટેજમાં બંને ટીમ વચ્ચે મુકાબલો રમાડવાનો પ્રયાસ થતો ન હતો. 2012થી દરેક ICC ટૂર્નામેન્ટમાં આ બંને ટીમ આમનેસામને રમી છે.