ભારતમાં ક્લબ ફૂટબોલમાં ફિક્સિંના આરોપોની CBI તપાસ શરૂ થઈ ચૂકી છે. CBI ટીમે હાલમાં જ દિલ્હીના દ્વારકા આવેલી ઓલ ઈન્ડિયન ફૂટબોલ ફેડરેશન (AIFF)ની ઑફિસે જઈને અધિકારીઓ સાથે પૂછપરછ કરી હતી. ફેડરેશન પાસેથી ક્લબ અને તેમના ઇન્વેસ્ટમેન્ટની જાણકારી માગી હતી. ભારતમાં ફૂટબોલની ગવર્નિંગ બોડી AIFF છે. આ ફિક્સિંગ કેસમાં સિંગાપોરના મેચ ફિક્સરનું નામ સામે આવ્યું છે.
ભારતીય ફૂટબોલ મહાસંઘના સચિવ શાઝી પ્રભાકરને જણાવ્યું હતું કે 'AIFF મેચ ફિક્સિંગને ક્યારેય પણ સાંખી નહિ લે અને અમે ક્લબોને પણ આ તપાસમાં સહયોગ આપવા માટે જણાવી દીધું છે.'
ફૂટબોલમાં ફિક્સિંગનો મામલો રવિવારે સામે આવ્યો હતો
ANIના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ક્લબ ફૂટબોલમાં મેચ ફિક્સિંગનો મામલો રવિવારે સામે આવ્યો. CBIને ઈન્ટરનેશનલ ફિક્સર વિશે માહિતી મળી હતી. તેણે શેલ કંપનીઓમાં ઓછામાં ઓછી 5 ભારતીય ફૂટબોલ ક્લબમાં કથિત રીતે મોટી રકમનું રોકાણ કર્યું હતું.
સિંગાપોરના મેચ ફિક્સરે ફિક્સિંગ માટે અગાઉ જેલ જઈ ચૂક્યો છે
સિંગાપોરના જે મેચ ફિક્સરની વાત થઈ રહી છે, તેનું નામ વિલ્સન રાજ પેરુમલ છે. અત્યારસુધીની તપાસમાં સામે આવ્યું છે કે વિલ્સને લિવિંગ 3D હોલ્ડિંગ લિમિટેડમાં ભારતીય ક્લબમાં રોકાણ કર્યું છે. વિલ્સનને મેચ ફિક્સિંગના આરોપમાં 1995માં સિંગાપોરમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને ફિનલેન્ડ અને હંગેરીમાં પણ સજા ફટકારવામાં આવી હતી.
ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રમી રહેલી ઈન્ડિયન એરોઝ ઉપર પણ આરોપ
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે આઈ-લીગમાં સામેલ ઈન્ડિયન એરોઝ ટીમ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. અમે તપાસ કરી રહ્યા છે કે ઈન્ડિયન એરોઝ કેવી રીતે આ ફિક્સિંગના કેસમાં આવી છે. એરોઝને ફૂટબોલ ફેડરેશન અને ઓડિશા સરકારે ફંડ આપ્યું હતું. આમાં કોઈ વિદેશી ખેલાડી અથવા તો વિદેશી કર્મચારીઓ નથી. આમાં કદાચ ટીમથી જોડાયેલા અમુક લોકો હોઈ શકે છે. CBIએ ક્લબને પણ વિદેશી ખેલાડીઓ અને અન્ય કર્મચારીઓમા કોન્ટ્રેક્ટમાં સામેલ એજન્સીઓ અને સ્પોન્સર્સની વિશે જાણકારી માગી છે.
ઓલિમ્પિક અને વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ પણ રડારમાં છે
કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ મામલા બાદ મોટી મેચમાં પણ ફિક્સિંગ થવાની સંભાવના છે. અન્ય મોટી ટૂર્નામેન્ટ્સ પણ રડાર પર છે, જેમાં ઓલિમ્પિક ઈવેન્ટ્સ, વર્લ્ડ કપ ક્વોલિફાયર, વુમન્સ વર્લ્ડ કપ, CONCACAF ગોલ્ડ કપ અને આફ્રિકન કપ ઑફ નેશન્સનો સમાવેશ થાય છે.
વિલ્સન રાજ પેરુમલ સૈનિક બનવા માગતા હતો, હવે ફિક્સર બન્યો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.