બર્થ ડે સ્પેશિયલ:વિરાટ કોહલીના એ કિસ્સા જે બાદ તેના હેટર્સ પણ બની ગયા હતા તેના ફેન

એક મહિનો પહેલા

વિરાટ કોહલી આજે એટલે કે 5 નવેમ્બરના રોજ તેનો 33મો જન્મદિવસ મનાવી રહ્યો છે. વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જેણે સતત ચાર શ્રેણીમાં ડબલ સદી ફટકારી છે. તેના અગ્રેશન માટે જાણીતા કોહલીના ઘણા હેટર્સ છે, પરંતુ તેના જીવનના અમુક કિસ્સાઓ એવા છે જે બાદ તેના હેટર્સ પણ ફેન બની ગયા હતા અને તેના ડેડિકેશનને સલામ કર્યા હતા.

પિતાના નિધનના દિવસે પણ મેચ રમી હતી આ વાત છે વર્ષ 2006ની જ્યારે વિરાટ કોહલી અન્ડર -19માં રમી રહ્યો હતો. મગજના સ્ટ્રોક અને લાંબી સારવાર બાદ 18 ડિસેમ્બરે કોહલીના પિતાનું અવસાન થયું હતું. આ સમયે વિરાટ મહજ 18 વર્ષનો હતો અને તેઓ દિલ્હીમાં રણજી ટ્રૉફીમાં રમી રહ્યો હતો. દિલ્હીની તે મેચ કર્ણાટક વિરુદ્ધ હતી. કોહલીએ દિલ્હીને ફૉલોઑનથી બચાવવા માટે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ત્યાર બાદ જ તે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો.આ વાતથી કર્ણાટકના ખેલાડીઓ સહિત તેના કોચ પણ તેની કમિટમેન્ટના ફેન બની ગયા હતા.

હાથમાં 9 સ્ટિચ હોવા છતાં સદી ફટકારી બીજો કિસ્સો છે કિંગ્સ ઈલેવન પંજાબ અને આરસીબી વચ્ચેનો...જ્યારે એક કેચ પકડવા જતા વિરાટના ડાબા હાથે ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા બાદ તે મેડિકલ હેલ્પ માટે પવેલિયન તો ગયો પરંતુ થોડી જ વારમાં ફરી મેદાન પર આવી ગયો. તે સમયે તેના હાથ પર કેટલીક ટેપ લાગેલી હતી. આ મેચ બાદ વિરાટના હાથમાં 9 સ્ટિચ આવ્યા હતા. આરસીબી માટે નિર્ણાયક મેચ હોવાના કારણે તેણે આગલી મેચ પણ રમી હતી. અને તેની કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. હાથમાં 9 સ્ટિચ આવ્યા બાદ પણ સદી ફટકારતા તેના હેટર્સ પણ તેના ફેન બની ગયા હતા.

આઈ હેટ લૂસિંગઃવિરાટ ફીલ્ડ પર વિરાટના અગ્રેસિવ એટિટ્યૂડના કારણે લોકો તેના ફેન છે. ગેમ માટે તેનું પેશન ફીલ્ડ પર દેખાઈ આવતું હોય છે. ભલે પછી જીત હોય કે હાર...મેચ બાદ વિરાટના ઈમોશન્સ ફીલ્ડ પર દેખાઈ જ જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...