ઈન્ડોનેશિયામાં બાઈક રેસિંગ દરમિયાન એક ભયાનક ઘટના જોવા મળી હતી. 6 વખતના વર્લ્ડ ચેમ્પિયન માર્ક માર્ક્વેજની બાઈકનો ખતરનાક અકસ્માત થયો. બાઈક ઘસડાતા-ઘસડાતા કેટલાય મીટરો દૂર જઈને પડી. માર્ક પણ જમીન પર ઘસડાતા દૂર જઈને પડ્યો હતો. ચોંકાવદેનારી બાબાત એ છે કે આટલા ભયાનક અકસ્માત બાદ પણ માર્ક ઉભા થઈને ચાલવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ટ્રેક પર એક ટર્ન આવતા જ માર્કની બાઈકનું ટાયર ખરાબ હોવાના કારણે બેલેન્સ બગડી ગયું. ત્યાર બાદ તેઓ ડાબી બાજૂ ઘસડાઈ ગયો. મોટર સ્પોર્ટ ડોટ કોમના રિપોર્ટ અનુસાર ટાયરની નવી કેસિંગના કારણે રાઈડર્સને ગ્રિપ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. દૂર્ઘટના સમયે માર્કની બાઈકની સ્પિડ 180 કિલોમીટર પ્રતિકલાક હતી.
ટૂર્નામેન્ટની બહાર થયો
ઘટના બાદ માર્કને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જે જોખમમાંથી હાલ બહાર છે. જોકે, તે ઈજાના કારણે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. માર્ક હોન્ડા માટે રેસિંગ કરે છે. ટીમે કહ્યું કે માર્ક અત્યારે અનફિટ છે અને તેમને આરામ કરવાનું કહેવામાં આવ્યું છે.
2020માં પણ આવી જ દૂર્ઘટના થઈ હતી
વર્લ્ડ ચેમ્પિયન માર્ક 2020માં સ્પેનના જેરેજ ટ્રેક પર સીઝન પહેલા રેસ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેના હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું. ત્યાર બાદ તે ઘણા દિવસો સુધી રેસિંગથી દૂર રહ્યો હતો.
1993માં જન્મેલા માર્ક માર્ક્વેજે પહેલીવાર 125 સીસી કેટેગરીમાં સામેલ થયો હતો જ્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે 2012માં 125 સીસીવાળી કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો. મોટોજીપીમાં તે સૌથી ઓછી ઉંમરમાં જીત હાંસલ કરનારો રાઈડર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.